Monday, April 15, 2024
Google search engine
HomeGujaratશિક્ષિત મહિલાએ મામૂલી રોકાણ કરીને વાવી આ વસ્તુ, આજે રોજ કમાય છે...

શિક્ષિત મહિલાએ મામૂલી રોકાણ કરીને વાવી આ વસ્તુ, આજે રોજ કમાય છે હજારો રૂપિયા

આજકાલ ઘણા યુવાનો મોર્ડન ખેતી તરફ વળ્યા છે. કંઈક નવુ કરવાનું ધગશ ધરાવતા આવા યુવાનો ગામડામાં ખેતીમાં આધુનિકતા લાવી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આજે અમે તમને એક એવી મહિલાની વાત કરીશું જેણે આધુનિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે. રાજ્યમાં સૌથી વધુ પાણીની સમસ્યાનો સામનો કરતાં બનાસકાંઠાની આ મહિલાએ ગુજરાતભરમાં નામના મેળવી છે.

વાત થઈ રહી છે મિતલબેન પટેલની. અમીરગઢ પાસે આવેલા ઇકબાલગઢમાં મિતલબેન પટેલ ઘરના મેદાનમાં બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મિતલબેન ઘરની બાજુમાં જ મશરૂમની ખેતી કરી અનોખો ચિલો ચાતર્યો છે.

મિતલબેન પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે, તેમનો એક પુત્ર અત્યારે કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે અને બીજો પુત્ર પણ એબ્રોડ જવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું હતું.

મિતલબેને પોતાના ઘરે જ સસરાની મદદથી વાસ અને અન્ય ચીજ વસ્તુઓ માંથી રૂમનો સેડ બનાવ્યો છે, તેમાં નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. તેઓએ મહેનત કરી બીટ મશરૂમમાં સફળતા મેળવી હાલ તેઓ દિવસનું 15 થી 20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે.

મિતલબેન આ મશરૂમનું ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે. મિતલ પટેલ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટ

બીજા મશરૂમ કરતા બટર મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે, જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે. તેમને આખા સ્ટ્રક્ચરનો ખર્ચ માત્ર 30થી 40 હજારમાં તૈયાર થયો છે.

તેમનું કહેવું છે કે, આમ તો બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે પણ થોડી મહેનત વાળી ખેતી છે, જેના કારણે તે આખો દિવસ મશરૂમની ખેતીમાં કાઢે છે. તેમના સસરાની આગેવાની હેઠળ તે આ મશરૂમની ખેતી કરે છે અને માર્કેટિંગ પણ જાતે જ કરી રહ્યા છે.

આ મશરૂમનું પેકિંગ અને વેચાણ પણ મિતલબેન જાતે જ કરે છે. મિત્તલ પટેલે નાના પાયે શરૂઆત કરેલો આ બિઝનેસ ધીમે ધીમે મોટા પાયે કરવાની પણ તેઓ ઈચ્છા વ્યક્ત કરી છે.

નિષ્ણાતોના કહેવા મુજબ બટર મશરૂમની માગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ મોટી માગ છે અને ખેડૂતો આવી ખેતી કરે તો ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page