Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodએક સાચા દેશભક્તની જેમ બિગ બી હંમેશા ઊભા રહ્યાં છે દેશવાસીઓની સાથે,...

એક સાચા દેશભક્તની જેમ બિગ બી હંમેશા ઊભા રહ્યાં છે દેશવાસીઓની સાથે, આ રીતે કરી છે કરોડોમાં મદદ

મુંબઈઃ ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હાં, નામ હૈં શહેનશાન’, ‘ડોન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈં..’, ‘હમ જહાં ખડે હો જાતે હાં, લાઈન વહીં સે શુરૂ હો જાતી હૈં…’ અને હવે તમે સમજી ગયા હશો કે અમે અહીંયા કયા સુપરસ્ટારની વાત કરી રહ્યાં છીએ. બચ્ચન સાહેબની ફિલ્મ્સના આ સંવાદો ચાહકોને ઘણાં જ પસંદ આવ્યા છે. કદાચ એટલે જ આ સંવાદો બોલીને ચાહકો ખુશ થતા હોય છે. બિગ બી પોતાના દમદાર અવાજ તથા એક્ટિંગને કારણે ચાહકોના મનમાં ખાસ જગ્યાએ બનાવી છે. 77ની ઉંમરમાં પણ બિગ બી સતત એક્ટિવ છે. બચ્ચન સાહેબ સારા એક્ટર હોવાની સાથે સાથે સારા વ્યક્તિ પણ છે. જ્યારે જ્યારે સામાન્ય જનતા મુશ્કેલીમાં સપડાય ત્યારે તેમણે મદદ કરી છે.

કંઈક આ રીતે બિગ બીએ સામાન્ય જનતાની મદદ કરી છેઃ
1. બિહાર પૂર પીડિતોને કરી મદદઃ
બિહાર રાજ્યમાં આવેલા પૂરે અનેકોનું જીવન બરબાદ કર્યું છે. અહીંયાના લોકોનું દુઃખ ઓછું કરવા માટે બિગ બી આગળ આવ્યા 51 લાખ રૂ.નું દાન કર્યું હતું.

2. પુલવામા હુમલામાં શહીદ પરિવારોને મદદ કરી
14 ફેબ્રુઆરી પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના પરિવારને બિગ બીએ પાંચ-પાંચ લાખ રૂપિયા આપ્યા હતાં. એટલે કે બિગ બીએ કુલ 2 કરોડનું દાન આપ્યું હતું.

3. કેરળને મદદ કરી હતીઃ
થોડા સમય પહેલાં કેરળમાં પૂર આવ્યું હતું અને ત્યાં પૂરને કારણે અબજોનું નુકસાન થયું હતું. બિગ બીએ આ મુશ્કેલ ઘડીમાં કેરળવાસીઓનું દુઃખ હળવું કરવા પૈસા દાનમાં આપ્યા હતાં.

4. યુપીના ખેડૂતોને મદદ કરીઃ
બિગ બીએ ઉત્તરપ્રદેશના 850 ખેડૂતોની બાકી લોન ચૂકવી હતી. તેમણે 5.5 કરોડ દાનમાં આપીને ખેડૂતોને મદદ કરી હતી. તેમણે આખો કોચ બુક કરાવીને પસંદગીના ખેડૂતોને મુંબઈ પણ બોલાવ્યા હતાં.

5. બિહારના ખેડૂતોને કરી મદદઃ
માત્ર યુપી જ નહીં બિહારના 2100 ખેડૂતોની બાકી લોન બિગ બીએ ચૂકવી હતી.

6. મહારાષ્ટ્ર પૂર પીડિતો માટે આગળ આવ્યાઃ
બિગ બીએ મહારાષ્ટ્ર પૂર પીડિતોને પણ મદદ કરી છે અને મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ રૂ. જમા કરાવ્યા હતાં.

આ પ્રસંગો સાબિત કરે છે કે બિગ બી માત્ર એક્ટિંગના જ મહારથી નથી પરંતુ તેઓ દિલથી પણ એટલાં જ અમીર છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your thoughts roam! ✨ Don’t just enjoy, experience the excitement! ? ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page