Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightઅંગ્રેજી નહોતું આવડતું છતાંય વિદેશી યુવતીએ કર્યું પ્રપોઝ, આવી છે કંઈક બંનેની...

અંગ્રેજી નહોતું આવડતું છતાંય વિદેશી યુવતીએ કર્યું પ્રપોઝ, આવી છે કંઈક બંનેની લવ સ્ટોરી

શિમલાઃ અમેરિકાથી ભારત ફરવા આવેલી એક યુવતી હિમાચલના એક યુવકના પ્રેમમાં પડી હતી. તે યુવકના પ્રેમમાં એટલી પાગલ થઈ કે તેના નામનું ટૈટૂ બનાવડાવ્યું અને પોતે જ યુવકને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો. અમેરિકાથી કેનેડી અમુક વર્ષ અગાઉ ભારત ફરવા આવી હતી.

આ સમયે તેને હિમાચલના ડેલહાઉઝીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે આ ટૂરિસ્ટ પ્લેસ વિશે વધુ માહિતી પણ નહોતી. તેના રહેવાની પણ કોઈ વ્યવસ્થા થઈ રહી નહોતી. આથી તે એક સ્થળે બેસી રડી રહી હતી ત્યારે જ ત્યાંથી પસાર થતા પૃથ્વી સિંહની નજર કેનેડી પર પડી હતી. જેથી તૂટી-ફૂટી અંગ્રેજીમાં પૃથ્વીએ કેનેડી સાથે વાત કરી હતી.

પૃથ્વીએ કેનેડીના હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાવી હતી. આ સાથે જ સ્થાનિક ટૂરિસ્ટ પ્લેસ પર ફરવામાં પણ મદદ કરી હતી. અહીં જ મિત્ર બન્યા બાદ કેનેડી પૃથ્વીના પ્રેમમાં પડી હતી. કેનેડીએ જ પૃથ્વીને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો.

જોકે પૃથ્વી 12મું પાસ જ હતો અને તેને અંગ્રેજી સમજવામાં સમસ્યા થતી હતી. બંને અલગ દેશના પણ હતા. પરંતુ ધીમે-ધીમે એકબીજાને સમજવા લાગ્યા હતા. જે પછી હિમાચલના ચંબા ગામ તિવારીમાં રહેતા પૃથ્વી સિંહના લગ્ન અમેરિકાની વૉશિંગ્ટનની યુવતી કેનેડી મેરી સાથે થયા હતા.

પૃથ્વી અને કેનેડી પ્રથમવાર મળ્યા બાદથી જ એકબીજાના સંપર્કમાં રહ્યાં હતા. ગરીબ પરિવારમાંથી આવતો પૃથ્વી સિંહ એક હોટલમાં કામ કરતો હતો અને સ્કૂલમાં બાળકોને જુડો-કરાટેની ટ્રેનિંગ આપતો હતો.

કેનેડીએ જણાવ્યું કે, ‘સમગ્ર વિશ્વમાં ભારતીય પુરુષ પ્રામાણિક પતિ તરીકે ઓળખાય છે. એવામાં પૃથ્વી સાથેના લગ્નનો નિર્ણય યોગ્ય છે. મે ભારતમાં રહેતા પૃથ્વીને જાણ્યા પછી જ તેની સાથે લગ્ન કર્યા હતા. ભારતીય પુરુષો એક વખત કોઈ સાથે વૈવાહિક સંબંધે જોડાઈ જાય છે તો આજીવન તેનો સાથ નથી છોડતા.’

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this casino platform and managed a significant sum of money, but later, my mom fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I faced issues and could not withdraw the funds. Tragically, my mom died due to such online casino. I plead for your help in bringing attention to this site. Please support me to obtain justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page