Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratફેમસ ‘ઠક્કર ખમણવાળા’ની પત્નીનું શંકાસ્પદ મોત, રાત્રે 1 વાગ્યે ભાઈને શું મેસેજ...

ફેમસ ‘ઠક્કર ખમણવાળા’ની પત્નીનું શંકાસ્પદ મોત, રાત્રે 1 વાગ્યે ભાઈને શું મેસેજ કર્યો હતો?

આણંદમાં ઠક્કર ખમણના નામે ધંધો કરતા અને બોરસદમાં રહેતા વેપારીની પત્નીનું શંકાસ્પદ મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પિયરીયાઓએ શંકા વ્યક્ત કરતાં મૃતદેહનું પોસ્ટમર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહેતા અને ઠક્કર ખમણ હાઉસથી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત એવા અમિત ઠક્કરના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં ન્હાવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ બાબતે સાસરીપક્ષવાળાઓએ તેના પિયરીયાઓને ફોન કરી રોક્ષાને પડી જવાથી ઈજા થવાનું જણાવ્યું હતુ. બાદમાં થોડાં જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી. જેને પગલે સુરતમાં રહેતા પરિણીતાના પરિવારજનો ડઘાઈ ગયા હતા. તેઓ બોરસદ સ્થિત નિવાસસ્થાને આવ્યા એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.

સમગ્ર ઘટનામાં યુવતીના મોતને લઈને શંકા જતાં મૃતકના ભાઈ ધવલ ગંગદેવે અંતિમવિધિ પહેલાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી માંગ કરી હતી.બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતા ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જોકે, હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ મામલે બહેનના મૃત્યુ પાછળ તેના સાસરીયાઓનો હાથ હોવાની શંકા ભાઈ ધવલે વ્યક્ત કરી છે.

પરિણીતાનું ગળું દબાઈની હત્યા કરાયાની શંકા
સાસરીયાઓ દ્વારા પરિણીતાનું ગળું દબાવીને દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા પિયરીયાઓએ વ્યકત કરી છે. જોકે, સાસરિયાઓ દ્વારા બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની વાર્તા ઉપજાવી કાઢીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તબીબે આપેલા પ્રાથમિક રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યા હોવાનું જણાયું છે. હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સાસરીયાઓની માંગને લઈને રાત્રે સવા એક વાગ્યે બહેને મને મેસેજ કર્યો હતો
સોમવારની રાત્રે સવા એક વાગ્યા હશે અને મારી બહેને મને મેસેજ કર્યો હતો. આ મેસેજ વોટ્સએપ ફરતો હોય એ પ્રકારનો હતો. પરંતુ તેમાં જાણે સાસરીયાઓની જે માંગ હોય તેને રજૂ કરતો હતો. જોકે, તેણે મોકલેલો મેસેજ મેં સવારે જોયો હતો. પરંતુ હું કામમાં હોય તેને ફોન કરવાનું રહી ગયું હતું. – ધવલ ગંગદેવ, મૃતકનો ભાઈ

પાંચ-સાત વર્ષ પહેલા પણ સાસરીયાઓએ મોટા ભાઈની હાજરીમાં માર માર્યો હતો
મૃતકના નાના ભાઈ ધવલભાઈ ગંગદેવે આક્ષેપ કર્યો હતો કે પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સુતો હતો. ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો. જેને પગલે એ જ દિવસે તે તેની રોક્ષા તથા તેના બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેઓએ સમાધાન કરી તેણીને પરત લઈ ગયા હતા.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of discovery! ?

  2. I played on this gambling website and succeeded a significant cash, but later, my mom fell sick, and I needed to take out some earnings from my account. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother died due to the casino site. I plead for your help in bringing attention to this site. Please assist me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page