રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદેથી અનિલ અંબાણીનું રાજીનામું

Business Featured

મુંબઈ: દેવામાં ડૂબેલા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કરાની, મંજરી કક્કડ અને સુરેશ રંગચરે પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

આરકોમે BSEને માહિતી આપી હતી કે, ડિરેક્ટર અને CFOના હોદ્દા પરથી શ્રી મણિકાંત.વી એ ગયા મહિને જ રાજીનામું આપી દીધું હતું. આ તમામના રાજીનામા કંપનીની કમિટી ઓફ ક્રેડિટર્સ સમક્ષ રજૂ કરવામાં આવશે. અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે 15 નવેમ્બરે રાજીનામું આપ્યું છે જ્યારે રાયના કારાનીએ 14 નવેમ્બર અને સુરેશ રંગાચરે 13 નવેમ્બરે રાજીનામું આપ્યું હતું.

શુક્રવારે રિલાયન્સ કોમ્યુનિકેશનના ત્રીજા ત્રિમાસીક ગાળાના પરિણામ આવ્યા હતાં. પીટીઆઈ પ્રમાણે, જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં કંપનીને રૂ. 30,142 કરોડનું નુકસાન થયું છે. દેવાળિયા પ્રક્રિયામાં ચાલતી કંપનીએ ગયા વર્ષે સમાન ત્રિમાસીક ગાળામાં રૂ. 1,141 કરોડનો નફો કર્યો હતો. શેરબજારમાં પણ હાલ આરકોમના શેરની કિંમત માત્ર 55 પૈસા ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *