અનિલ કપૂરની આ દીકરી વિશે બહુ નહીં ખબર હોય નહીં, લાઈમલાઈટથી રહે છે દૂર

Bollywood Featured

મુંબઈઃ ફિલ્મ પ્રોડ્યૂસર અને અનિલા કપૂરની દીકરી રિયા કપૂરનો પાંચ માર્ચે જન્મદિવસ હતો. મુંબઈના ચેમ્બુરમાં જન્મેલી રિયા ફેશન સ્ટાઇલિસ્ટ છે અને તે બહેન સોનમ કપૂર સાથે મળીને પોતાની એક બ્રાન્ડ પણ ચલાવે છે. આજે રિયાના 33મા જન્મદિવસ નિમિત્તે અમે તમને જણાવી રહ્યા છીએ તેના જીવન સાથે સંકળાયેલ કેટલીક ખાસ વાતો.


રિયા કપૂરે ન્યૂયોર્કમાં સ્ટડી કર્યો છે. તેણે ડ્રામેટિક લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તે ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રમાં આવી ગઈ. રિયાએ વર્ષ 2010માં આવેલ ફિલ્મ ‘આયશા’ બનાવી હતી. ફિલ્મમાં સોનમ કપૂર મુખ્ય રોલમાં હતી. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી. ફિલ્મમાં અભય દેઓલ, સાઇરસ સાહૂકાર, ઈરા દુબે અને અરૂણોદય સિંહ પણ મુખ્ય રોલમાં હતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.


રિયાની બીજી ફિલ્મ ‘ખૂબસૂરત’ 2014માં રિલીઝ થઈ હતી, જેમાં સોનમ કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન મુખ્ય રોલમાં હતાં. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ચાલી નહીં. જોકે આ ફિલ્મ રિયાના કરિયર માટે ફાયદાકારક રહી.


ત્યારબાદ રિયાએ ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ પ્રોડ્યૂસ કરી. ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાનાં કામનાં બહુ વખાણ થયાં. બોલ્ડ કન્ટેન્ટના કારણે ફિલ્મમાં વિવાદોમાં પણ રહી. જોકે, બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ.


રિયા કપૂર લાંબા સમયથી બોયફ્રેન્ડ કરણ બૂલાનીને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર તેમની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ કપૂરને પણ કરણ ગમે છે. એવી ચર્ચા છે કે, રિયા આ વર્ષે લગ્ન કરી શકે છે.


સોનમ કપૂર સાથે મળીને રિયા કપૂરે ‘રેસન’ ક્લોથિંગ બ્રાન્ડ લોન્ચ કરી હતી. રિયા એના બિંદાસ અને બોલ્ડ અંદાજ માટે ફેમસ છે અને તેની આ જ ખાસિયતના કારણે ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેને પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *