Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodસાઈડ કલાકાર તરીકે અનિલ કપૂરથી લઈ કરીનાના નણદોઈ સહિતના સ્ટાર્સ વસૂલે છે...

સાઈડ કલાકાર તરીકે અનિલ કપૂરથી લઈ કરીનાના નણદોઈ સહિતના સ્ટાર્સ વસૂલે છે કરોડો રૂપિયા

મુંબઈઃ ફિલ્મ્સમાં સપોર્ટિંગ એક્ટર્સ પણ સારી એવી કમાણી કરતા હોય છે. આમાંથી જ કેટલાંક લોકપ્રિય એક્ટર્સ છે, જે કરોડોની કમાણી કરે છે, જેમાં અરશદ વારસી, રિતેશ દેશમુખ, અનિલ કપૂર જેવા કલાકારો સામેલ છે.

કયા કલાકાર કેટલા રૂપિયા છે?
અરશદ વારસીઃ ‘ગોલમાલ અગેઈન’ માટે અરશદ વારસીને 3-3.5 કરોડ રૂપિયાની ફી મળી હતી.

રિતેશ દેશમુખઃ મલ્ટી સ્ટારર ફિલ્મમાં જોવા મળતો રિતેશ એક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા લે છે.

બોબી દેઓલઃ ‘રેસ 3’ માટે બોબી દેઓલને સાત કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં હતો. જોકે, આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

અનિલ કપૂરઃ અનિલ કપૂર અનેક ફિલ્મ્સમાં સપોર્ટિંગ એક્ટર તરીકે જોવા મળે છે. ‘રેસ 3’માં અનિલ કપૂરને 8-9 કરોડ રૂપિયા મળ્યાં હતાં.

કુનાલ ખેમુઃ પટૌડી પરિવારનો જમાઈ કુનાલ ખેમુ એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે.

શ્રેયસ તલપડેઃ શ્રેયસ તલપડે સપોર્ટિંગ એક્ટર તરીકે 2 કરોડ રૂપિયા પ્રતિ ફિલ્મ લે છે.

સંજય મિશ્રાઃ સંજય મિશ્રા અનેક કોમેડી ફિલ્મ્સમાં જોવા મળે છે. તે પ્રતિ ફિલ્મ 50 લાખ રૂપિયા લે છે.

મુકેશ તિવારીઃ મુકેશ તિવારી પોતાના દમદાર અભિયાન માટે જાણીતો છે. તે એક ફિલ્મ માટે 50 લાખ રૂપિયા ફી વસૂલે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page