Friday, April 12, 2024
Google search engine
HomeNationalએકતરફી પ્રેમમાં આપ્યું ધ્રુજાવી દેતું મોત, તડપી તડપીને દીકરીનું મોત

એકતરફી પ્રેમમાં આપ્યું ધ્રુજાવી દેતું મોત, તડપી તડપીને દીકરીનું મોત

એક બનાવે આખા દેશને હચમચાવી નાખ્યો છે. એકતરફી પ્રેમમાં પાડોશી શાહરૂખ હુસૈન નામના શખ્સે ઘરમાં સૂતેલી અંકિતા નામની સગીરા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી. સગીરાનું પાંચ દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ મોત નિપજ્યું હતું. દીકરીની અંતિમ સંસ્કારમાં આખું શહેર ઉમટી પડ્યું હતું, જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ઝારખંડના દુમકામાં અંકિતાના મોત પર ભારે બબાલ મચી ગઈ છે. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં લોકો અંકિતાના મોતથી ગુસ્સામાં છે. તમામ લોકો એક જ અવાજમાં હત્યારા માટે ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, મોત પહેલા 12 ધોરણમાં અભ્યાસ કરનાર અંકિતાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. વીડિયોમાં અંકિતાએ કહ્યું હતું કે, આરોપી શાહરૂખ સવારે પાંચ વાગે મને મારવા માટે પેટ્રોલનું કેન લઈને મારા ઘરે આવ્યો હતો.

રડતા રડતા જણાવી અંતિમ માંગ
અંકિતાના વાયરલ વીડિયોએ તમામ લોકો ભાવુક થઈ ગયા હતાં. હૉસ્પિટલમાં દાખલ કરાયેલી અંકિતાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલાં જ તેની સાથે થયેલી નિર્દયતાની સંપૂર્ણ વાત જણાવી હતી. તેણે કહ્યું કે આ ઘટના 23 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. હું મારા રૂમમાં સૂતી હતી, અચાનક રૂમની બારી નજીકમાં આગની જ્વાળાઓ જોઈને હું ડરી ગઈ હતી. મેં બારી ખોલીને જોયું તો શેરીમાં રહેતો શાહરૂખ હુસૈન હાથમાં પેટ્રોલનું કેન લઈને મારા ઘર તરફ દોડી રહ્યો હતો. ત્યાં સુધીમાં મારું શરીર પણ આગની ઝપેટમાં આવી ગયુ હતુ અને હું ખૂબ જ ગંભીર રીતે દાઝી ગઈ હતી.

10-15 દિવસથી પરેશાન કરી રહ્યો હતો
અંકિતાએ કહ્યું, ‘હું માત્ર એટલું જ જોઈ શકતી હતી કે શાહરૂખ વાદળી ટી-શર્ટ પહેરીને હાથમાં પેટ્રોલનું કેન લઈને દોડી રહ્યો હતો. તે એ જ શાહરૂખ હતો જે મને છેલ્લા 10-15 દિવસથી પરેશાન કરી રહ્યો હતો. આ વિસ્તારમાં દરેક લોકો તેને બદમાશ છોકરા તરીકે જાણતા હતા. તેનું કામ માત્ર છોકરીઓને હેરાન કરવાનું અને તેને ઝાથમાં ફસાવીને આમ-તેમ ફરવાનું હતું.

શાળા અને ટ્યુશન જતી વખતે તે પીછો કરતો હતો
અંકિતાએ મૃત્યુ પહેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે છેલ્લા દસ-પંદર દિવસથી મારે પીછો કરતો હતો.જ્યારે પણ હું શાળાએ જાઉં અથવા ટ્યુશન માટે જતી, તે મારી પાછળ આવતો હતો. જો કે મેં ક્યારેય તેની ક્રિયાઓને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ તેણે કોઈક રીતે મારો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ત્યાર બાદ મને અવારનવાર ફોન કરીને મારી સાથે મિત્રતા કરવા દબાણ કરતો હતો.

પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી
અંકિતાના કહેવા પ્રમાણે, શાહરૂખે એવી ધમકી પણ આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને અને મારા પરિવારના સભ્યોને મારી નાખશે. પરંતુ મારી સાથે આવું કરશે તેવું સમજી શકી નહીતી. તેણે 22 ઓગસ્ટની રાત્રે મને ધમકી આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને મારી નાખશે. આ વાત મેં મારા પિતાને જણાવી તો તેમણે કહ્યું કે સવારે આ બાબતનો ઉકેલ લાવીશું. આ સમસ્યાનો ઉકેલ કરવામાં આવે ત્યાં 23 ઓગસ્ટની સવારે શાહરૂખે મને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page