Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodજાણો કોણ છે અનમોલ અંબાણીની પત્ની કૃશા શાહ ? હાલ જ ઓળખો

જાણો કોણ છે અનમોલ અંબાણીની પત્ની કૃશા શાહ ? હાલ જ ઓળખો

ટીના અને અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલના મુંબઈ સ્થિત ઘરે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. જય અનમોલે ગર્લફ્રેન્ડ કૃશા શાહ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ઘરને ફુલોથી શાનદાર રીતે સજાવવામાં આવ્યું હતું. આ લેવિસ વેડિંગમાં દેશની અનેક નામાંકિત સેલિબ્રિટી ઉપસ્થિત રહી હતી. મહેંદીથી લઈને લગ્ન સુધી ત્રણ દિવસ ચાલેલા જાજરમાન લગ્નમાં અંબાણી પરિવારે ખૂબ જલ્સો કર્યો હતો. પરંતુ કૃશા શાહ અને તેનો પરિવારમાં કોણ-કોણ છે તેની પર એક નજર કરીએ.

કૃશા એક બિઝનેસ વુમન અને સોશિયલ વર્કર છે. જે પોતાના ભાઈ મિશાલ શાહની સાથે DYSCO નામની કંપની ચલાવે છે. આ ઉપરાંત તે આ કંપનીની કો-ફાઉન્ડર પણ છે. 6 મહિના પહેલા કૃશાના પિતા નિકુંશ શાહનું અવસાન થયું હતું જેઓ નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતાં જ્યારે કૃશાની માતા નિલમ શાહ એક ફેશન ડિઝાઈનર છે.

આ ઉપરાંત કૃશાની મોટી બહેન પણ એક ફેસન બ્લોગર છે અને તેઓ એક પુત્રની માતા છે. કૃશાની મોટી બહેન નૃતિએ લોસ એન્જલસમાંથી મીડિયા સંચાર અને પત્રકારત્વમાં ડિગ્રી પણ મેળવી હતી. પરંતુ બાદમાં તેઓ પોતાના પિતાની સાથે બિઝનેસમાં જોડાઈ ગયા હતાં. પરંતુ થોડા સમય બાદ તેણે પોતાની માતાની સાથે ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું વધારે પસંદ કર્યું હતું પછી નૃતિના લગ્ન થઈ ગયા અને હવે તેઓ એક ફેશન બ્લોગર તરીકે ઓળખાય છે.

કૃશાની માતા નિલમ શાહે મુંબઈની સોફિયા કોલેજમાંથી ફેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. લગ્ન પહેલા તેઓ એક એક્સપોર્ટ કંપની માટે ડિઝાઈનરનું કામ કર્યું હતું. લગ્ન બાદ તેમને ત્રણ બાળકો નૃતિ, કૃશા અને મિશાલ છે. બાળકોની લાઈફ સાચવવા માટે તેમણે 25 વર્ષ બાદ 2010માં મોટી પુત્રી નૃતિની સાથે પાર્ટનર બનીને કામ કરવાનું શરૂ કર્યું.

નિકુંશ શાહના મોત બાદ કૃશાના ભાઈ મિશાલે જવાબદારી સંભાળતા પિતાનો બેઝનેસ સંભાળ્યો હતો. હવે તે નિકુંજ ગ્રુપની સાથે પોતાની સ્ટાર્ટ-અપ કંપની DYSCOના COO પણ છે. કૃશા આ કંપનીની કો-ફાઉન્ડર અને CEO છે. બન્ને ભાઈ-બહેન 2016થી આ કંપનીને ચલાવી રહ્યા છે. આ કંપની બિઝનેસ નટવર્કિંગના એડ ડિજીટલ પ્લેટફોર્મ છે. જેમાં મિશાલ સિસ્ટમેટિક અને ટેક્નિકલ વસ્તુઓ પર ધ્યાન આપે છે જ્યારે કૃશા ક્રિએટિવ અને માર્કેટિંગ જોવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page