રાખીથી લઈને વનરાજ સુધી, જાણો અનુપમા સિરિયલના કલાકરો કેટલું ભણેલા છે?

Bollywood Featured

અમદાવાદઃ હાલમાં ટીવી સિરિયલિ ‘અનુપમા’ ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલીએ લીડ રોલ પ્લે કર્યો છે. સિરિયલમાં ગુજરાતી પરિવારની વાત કરવામાં આવી છે અને તે કેવી રીતે મુશ્કેલ સંજોગો સામે લડે છે, તે બતાવવામાં આવ્યું છે. જોકે, તમને ખ્યાલ છે કે ‘અનુપમા’ સિરિયલના કલાકારો કેટલું ભણેલા છે. તો ચાલો આજે આપણે જોઈએ કે આ સિરિયલના કલાકારો પાસે કઈ ડિગ્રી છે. સિરિયલમાં ઓછું ભણેલી એવી રૂપાલી ગાંગુલી રિયલ લાઈફમાં ઘણું જ ભણેલું છે. તો સિરિયલમાં તોશુ એટલે કે પારિતોષનો રોલ પ્લે કરતો આશીષે અધવચ્ચે જ ભણવાનું મૂકી દીધું હતું.

અનુપમા (રૂપાલી ગાંગુલી) : ગ્રેજ્યુએશન ઈન હોટલ મેનેજમેન્ટ-
સિરિયલમાં સૌથી મહત્વનું પાત્ર અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પાસે હોટલ મેનેજમેન્ટની ડિગ્રી છે. રિયલમાં ભલે તે ઓછું ભણેલી મહિલાના રોલ કરતી પણ રિયલ લાઈફમાં તે ગ્રેજ્યુએટ છે. રૂપાલીને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. તેણે ‘બલિદાન’ ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટીસ્ટનો રોલ પણ કર્યો હતો.

રાખી દવે (તસ્નીમ શેખ) : સોફ્ટવેર એન્જિનિયર-
સિરિયલમાં રાખીનું પાત્ર ભજવતી તસ્નીમ શેખ સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે જણાવ્યું હતું કેતે સાયન્સમાં આગળ વધવા માગતી હતી, પરંતુ પેરેન્ટ્સ પાસે એટલા પૈસા નહોતા. જો હું સાયન્સમાં આગળ વધી હોત તો ડૉક્ટર જ બનત. જોકે, મેં એન્જિનિયરિંગનો કોર્સ કર્યો, પરંતુ આ સબ્જેક્ટ મને વધારે ગમતો નહોતો અને તેથી જ એક્ટિંગમાં આગળ વધી.

કાવ્યા શર્મા (મદાલસા શર્મા): ગ્રેજ્યુએશન ઇન ઇંગ્લિશ લિટરેચર (B.A)-
‘અનુપમા’માં કાવ્યાનું કેરેક્ટર ભજવતી મદાલસા શર્માએ ઈંગ્લિશ ભાષામાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તે કહે છે કે મારા માટે એક્ટિંગ ફીલ્ડ સિવાય અન્ય કોઈ કરિયર અંગે વિચારવાનો સમય જ નહોતો. જો હું એક્ટર ના હોત તો હું ડાન્સ ફીલ્ડમાં આગળ વધત. મને ડાન્સ કરવો ઘણો જ પસંદ છે.’

અનિરુદ્ધ ગાંધી (રૂષાદ રાણા): બેચરલ ઓફ આર્ટ્સ ઇન ફિલૉસોફી-
અનિરુદ્ધ ગાંધીનો રોલ કરનાર રૂષાદ રાણાએ ફિલૉસોફીમાં ગ્રેજ્યુએટ કર્યું છે. તેને ફોટોગ્રાફીનો ઘણો જ શોખ છે. તે કોલેજના દિવસોના દિસવોમાં ફોટોગ્રાફી કરતો હતો. તે આ ફિલ્ડમાં આગળ વધવાનો હતો પણ નસીબે તેને એક્ટર બનાવી દીધો.

વનરાજ શાહ (સુધાંશુ પાંડે): ગ્રેજ્યુએટ-
સીરિયલનું મહત્વનું પાત્ર વનરાજ એટલે કે સુંધાંશુ ગ્રેજ્યુએટ છે. સુધાંશુ આમ તો આર્મી ઓફિસર બનવા માગતો હતો. તેણે નૈનીતાલની આર્મી સ્કૂલમાં મારો અભ્યાસ પણ કર્યો છે. સારા દેખાવને કારણે તેને મોડેલિંગની ઘણી ઓફર્સ આવતી હતી. તેણે 19 વર્ષની ઉંમરમાં મોડેલિંગ શરૂ કર્યું હતું. બાદમાં તેણે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

સમર શાહ (પારસ કલનાવત): કોમર્સ ગ્રેજ્યુએટ-
સમર શાહનો રોલ કરતો પારસ કોમર્સનો ગ્રેજ્યુએટ છે. તેણે જણાવ્યું હતું કે જો તે એક્ટર ના હોત તો IPS કે IAS હોત. પારસને પોલીસમાં જઈને દેશ માટે કંઈક કરવું હતું.

પારિતોષ શાહ (આશીષ મેહરોત્રા): બેચલર ઓફ અપલેન્ડ આર્ટ્સ (ડ્રોપ આઉટ)-
‘અનુપમા’માં પારિતોષ શાહના રોલથી જાણીતા બનેલા આશીષ મેહરોત્રાએ કોલેજ પૂરી કરી નથી. તેણે બેચલર ઓફ અપલેન્ડ આર્ટ્સની સ્ટડી અધવચ્ચે છોડી દીધો હતો. આશીષે 2 વર્ષ સુધી ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતા. તેણે મુંબઈમાં કેટલાંક નાટકો પણ ડિરેક્ટ કર્યાં હતા.

કિંજલ શાહ (નિધિ શાહ): બેચરલ ઓફ કોમર્સ-
કિંજલ શાહ એટલે કે નિધિ શાહે કોર્મર્સમું ગ્રેજ્યુએટ કર્યું છે. તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મેં એક વર્ષનો ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે. તે આ ફિલ્ડમાં આગળ વધવા માંગતી હતી, પણ નસીબ તેને એક્ટિંગની દુનિયમાં લઈ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *