Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalહોટલમાં ચાલતા હતા ગોરખધંધા, જીજા-સાળી સાથે મળીને ચલાવતા હતા સેક્સ રેકેટ

હોટલમાં ચાલતા હતા ગોરખધંધા, જીજા-સાળી સાથે મળીને ચલાવતા હતા સેક્સ રેકેટ

એક હોટેલમાં  પોલીસે રેડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, હોટેલમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો છે. આ પછી પોલીસે રેડ કરી હોટેલ મેનેજર સહિત 12 લોકોની ધરપકડ કરી છે. જેમાં કેટલાક લોકોને જેલમાં પણ પૂરવામાં આવ્યા છે. જેમાં યુવક અને યુવતીઓ પણ સામેલ છે. તેમની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તો પોલીસે એક જીજાજી-શાળીની પણ ધરપકડ કરી છે.

બિહાર આરા જિલ્લાના જગદીશપુર વિસ્તારના આરા-મોહનિયા નેશનલ હાઇવે પર નયકા ટોલા સ્થિત હોટલમાં રેડ પાડવામાં આવી હતી. માહિતી મળ્યા પછી SDPO શ્યામ કિશોર રંજનના નેતૃત્વમાં રેડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસે બે મહિલાઓ, સાત પુરુષ અને ત્રણ યુવતીઓની ધરપકડ કરી છે. SP વિનય તિવારીએ જણાવ્યું કે, આ અંગે તપાસ ચાલી રહી છે અને પકડાયેલાં કેટલાક કપલ્સ પણ છે.

હોટેલમાં તપાસ દરમિયાન પોલીસે 21 વર્ષની એક શાળી સાથે 51 વર્ષના જીજાજીને એક સાથે પકડ્યા છે. પોલીસે બંનેની અલગ-અલગ રીતે પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પોલીસ હોટેલમાં પહોંચી તો બંનેએ દરવાજો ખોલવામાં ઘણી વાર લગાડી હતી. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે બીજુ કઈ જોવા મળ્યું નહોતું.

કહેવામાં આવી રહ્યું છે કે, જગદીશપુરની નયકા ટોલા સ્થિત નિર્મલા હોટેલમાં ઘણાં વર્ષોથી સેક્સ રેકેટનો ધંધો ચાલતો હતો. પોલીસને તેની જાણ પણ નહોતી. હોટેલમાં જગદીશપુર ઉપરાંત બિહિયા, પીરો, માલિયાબાગ અને આરા સહિત ઘણાં વિસ્તારના યુવક-યુવતી અને મહિલાઓ આવે છે. હોટેલમાં એક રૂમનું ભાડું સાતસોથી આઠસો રૂપિયા લેવામાં આવતું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this gambling website and won a considerable cash, but after some time, my mother fell sick, and I wanted to withdraw some money from my casino account. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this gambling platform. I plead for your help in reporting this site. Please help me to obtain justice, so that others do not face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page