કપૂર ખાનદાનને નથી નડતી મંદી, કરીનાના ફૂઆએ સગાઈમાં ઉડાવી 2000 રૂ.ની નોટો

Bollywood Feature Right

મુંબઈઃ કરિના કપૂરની ફોઈ રીમા જૈનના દીકરા અરમાન જૈનની રોકા સેરેમની શનિવારે (14 ડિસેમ્બર) યોજાઈ ગઈ. કપૂર ખાનદાનમાં કોઈ પ્રસંગ હોય અને તેમાં ભભકો જોવા ના મળે, તે વાત જ અશક્ય છે. રોકા સેરેમનીમાં કપૂર પરિવારે ભવ્ય રીતે તૈયારીઓ કરી હતી. આટલું જ નહીં કરીનાના ફૂઆએ બેન્ડ બાજા આગળ 2000 રૂપિયાની નોટ ઉડાડી હતી.

કરીના એરપોર્ટ પર તૈયાર થઈઃ કરીના કપૂર બેંગાલુરુ એરપોર્ટ પર તૈયાર થઈ હતી. કરીના સ્ટોર લોન્ચિંગ ઈવેન્ટમાં હાજર રહી હતી. અહીંથી તેને મુંબઈ સીધા ભાઈની રોકા સેરેમનીમાં પહોંચવાનું હતું અને તેની પાસે પૂરતો સમય પણ નહોતો. આથી જ કરીના બેંગાલુરુ એરપોર્ટના લોન્જમાં તૈયાર થઈ હતી. આ મહેમાનો જોવા મળ્યાં રોકા સેરેમનીમાં બબિતા, રણધીર કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, ટીના અંબાણી, અનિલ અંબાણી, કિઆરા અડવાણી, રીષિ કપૂર-નીતુ સિંહ, કુનાલ કપૂર, શ્વેતા બચ્ચન નંદા સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

તારા સુતરિયા-આદર જૈન વચ્ચે અફેરઃ અરમાનના નાના ભાઈ આદરનું અફેર તારા સુતરિયા સાથે હોવાનું ચર્ચાય છે. તારા સુતરિયા રોકા સેરેમનીમાં ખાસ હાજર રહી હતી. જોકે, આદર તથા તારા સુતરિયા પોતાને માત્ર સારા ફ્રેન્ડ્સ હોવાનું જ કહે છે.

બબિતા કપૂર દીકરી કરિશ્મા તથા ભાણી સમાયરા તથા ભાણીયા કિઆન રાજ કપૂર સાથે, શ્વેતા બચ્ચન પણ ખાસ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે શ્વેતા બચ્ચનની સાસુ રીતુ નંદા તથા રીમા જૈન સગી બહેનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *