Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Right22 વર્ષીય દીકરીનું રનિંગ દરમિયાન મોત, LRDની પરીક્ષા પહેલાં જિંદગીની રેસ...

22 વર્ષીય દીકરીનું રનિંગ દરમિયાન મોત, LRDની પરીક્ષા પહેલાં જિંદગીની રેસ હારી

એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અરવલ્લીમાં એક દીકરીનું કરૂણ મોત નિપજ્યું હતું. જિલ્લાના માલપુર તાલુકાના ભુકાકુતરી ગામની અને મેઘરજના બાંઠીવાડા (લાલા કુંપા) માં મામાના ઘરે રહી લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરતી ૨૨ વર્ષીય યુવતી રનિંગની પ્રેક્ટિસ દરમિયાન પડી જતા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકાગ્નિ છવાઈ હતી. લોકરક્ષક દળની પરીક્ષા પાસ કરે તે પહેલા યુવતી જિંગદીની રેસમાં હારી જતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ માલપુર તાલુકાના ભુકાકુતરી ગામની ગીતાબેન કોદર ભાઈ પગી નામની યુવતી છેલ્લા કેટલાક સમયથી મેઘરજ તાલુકાના બાંઠીવાડા ના પેટાપરા લાલાકુપામાં તેના મામાના ઘરે રહી લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. લોકરક્ષક દળની પરીક્ષામાં દોડની કસોટી સમયમર્યાદામાં પુરી થાય તે માટે દરરોજ રાબેતા મુજબ સવાર-સાંજ રનિંગની પ્રેક્ટિસ કરતી હતી રનિંગની પ્રેક્ટિસ દર્મિયાન યુવતી નીચે પડી જતા માથાના ભાગે સહીત શરીરે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત યુવતીને તાબડતોડ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. તબીબોની સઘન સારવાર કારાગત ન નીવડતા યુવતિનું અકાળે મોત થતા મેઘરજ-માલપુર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

હાલમાં લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરતા પરિવારજનો અને સાથે પ્રેક્ટિસ કરતી યુવતીઓએ જણાવ્યું હતું કે ગીતા ખુબ જ મહેનતુ હતી દોડવામાં બહુ જ ધ્યાન આપતી હતી. એટલુ જ નહી દરરોજ દિવસ રાત વાંચ્યા કરતી હતી. હાલમાં તેની તૈયારી જોતા સહુ કોઈને તે આ વખતે પોલીસની પરીક્ષામાં નિશ્ચીત રીતે પાસ થઈ જશે તેમ જણાતું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page