પતિએ કમરે ડાયનામાઇટ વીંટાળી પત્નીને બથ ફરી લીધી, બંનેના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા

ગુજરાતમાં એક કાળજું કપાવી દેતો બનાવ સામે આવ્યો છે. પતિએ પોતાના શરીર પર ડીટોનેટર બાંધીને પત્નીને બથ ભરી લીધી હતી. એ સાથે જ જોરદાર બ્લાસ્ટ સાથે સાથે બંનેના ચિંથરા ઉડી ગયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પતિ-પત્નીના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. દૃશ્ય જોનારા ચીસો પાડી ગયા હતા.

આ શોકિંગ ઘટના અરવલી જિલ્લના મેઘરજ તાલુકાની છે. અહીંના બીટી છાપરા ગામમાં રહેતા શારદાબેન પગીના લગ્ન ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા. બંનેને સંતાનમાં એક વર્ષનો પુત્ર છે. શારદાબેન પગી તેમના પિયરમાં રહેતા હતા. દરમિયાન ગુરૂવારે રાત્રે શારદાબેનના પતિ ઘરે આવ્યા હતા.

પતિ લાલાભાઈ પોતાના શરીરે જેલીટીન કેપ એટલે કે ડાયનામાઇટ બાંધીને આવ્યા હતા. લાલાભાઈએ પત્ની શારદાબેનના ઘરે પહોંચી તેમને ઘર બહાર આવવા જણાવ્યું હતું. શારદાબેન જેવા ઘરની બહાર આવ્યા કે લાલાભાઈ તેમને ભેટી પડ્યા હતા. હજી શારદાબેન કંઈ સમજે એ પહેલાં જ એક મોટો બ્લાસ્ટ થયો અને એક સેકન્ડમાં બંને ઝટકા સાથે દૂર ફેંકાઈ ગયા. બ્લાસ્ટથી બંનેના શરીરમાં માંસના લોચા બહાર આવી ગયા હતા.

જબરદસ્ત બ્લાસ્ટ બાદ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળનું દૃશ્ય જોઈને તેઓ પણ ઘ્રુજી ગયા હતા. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હત્ય-આત્મહત્યા માટે એક્પ્લોઝીવ ડિવાઇસનો આ રીતનો ઉપયોગ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પતિએ પત્નીને મારી અને પોતે આત્મહત્યા કરવા માટે આવું પગલું કેમ ભર્યું એ તપાષનો વિષય છે. આ ચકચારી ઘટનાથી પંથકમાં આઘાત સાથે ભયની લાગણી પ્રસરી જવા પામી છે .

Similar Posts