Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightઆ સાતમાંથી ગમે તે એક ઉપાય કરો, ગેરંટીથી જીવનમાં ક્યારેય નહીં આવે...

આ સાતમાંથી ગમે તે એક ઉપાય કરો, ગેરંટીથી જીવનમાં ક્યારેય નહીં આવે મંદી ને કડકાઈ!

અમદાવાદઃ ભારત એક એવો દેશ છે, જ્યાં ધનની ધાર્મિક તથા સાંસ્કૃતિક રીતે પૂજા થાય છે. મનુષ્યના ચાર પુરુષાર્થમાં (ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ) બીજો પુરુષાર્થ ધન છે. ધનથી વ્યક્તિનું આર્થિક જીવન સબળ બને છે અને સામાજિક સ્તર ઊંચું જાય છે પરંતુ ધન ના હોય તો વ્યક્તિ પોતાની ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે નહીં. આજે અમે જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલા ધન પ્રાપ્તિ ઉપાય અંગે વાત કરીશું.

જ્યોતિષમાં ધન સાથે જોડાયેલ કારકઃ જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, સંપદા, વૈભવ, ઐશ્વર્ય, ભૌતિક સુખ સાધનનો કારક માનવાાં આવે છે. જો કોઈ જાતકની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો વ્યક્તિનું આર્થિક જીવન સારુ પસાર થાય છે અને જો શુક્ર નબળો હોય તો આર્થિક સંકળામણ અનુભવે છે. આ સાથે જ ગુરુ ગ્રહનો સંબંધ પણ ધન સાથે જોડાયેલ છે.

કુંડળીનો બીજા ભાવ ધનભાવ કહેવાય છે. આ ભાવ સાથે વ્યક્તિના જીવનમાં ધન તથા ધનની બચત જોવામાં આવે છે. આ સાથે જ કુંડળીમાં 11મું સ્થાન પણ આવક સાથે જોડાયેલું છે. આ ભાવ સાથે વ્યક્તિની આવક જોવામાં આવે છે. આર્થિક જીવનને મજબૂત કરવા માટે જન્મકુંડળી તથા અગિયામું સ્થાન મજબૂત હોવું જરૂરી છે.

જ્યોતિષ અનુસાર, ધન પ્રાપ્તિના સરળ ઉપાયઃ  કુંડળીમાં શુક્ર તથા ગુરુ ગ્રહની સ્થિતિને મજબૂત કરો,  કુંડળીમાં બીજા તથા 11મા ભાવ અને આ બંને ભાવના માલિક ગ્રહોને પ્રભાવક બનાવો,  શુક્રવારે શ્રીસૂક્ત પૂજાનો પાઠ કરો,  તુલસીનો છોડ વાવો અને તેની પૂજા કરો- ઘરની રોજ સાફ-સફાઈ કરો, ધનના દેવતા કુબેરની પૂજા કરો, શ્રીયંત્ર, મહાલક્ષ્મી યંત્ર તથા ધનવર્ષાયંત્રની સ્થાપના કરો અને રોજ તેની પૂજા કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page