અમદાવાદઃ ગ્રહોના યુવરાજ કહેવાતા બુધે ધન રાશિની યાત્રા પૂરી કરીને 13 જાન્યુઆરીના રોજ સવારે 11.32 વાગીને મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. 31 જાન્યુઆરી સુધી સવારે 4.51 વાગ્યા સુધી રહેશે અને પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બુધે ધન રાશિ પર કરેલો મારકયોગ પૂરો થશે. બુધ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી હોય છે. બુધ મકર રાશિમાં જતા કઈ રાશિને ફાયદો તથા કઈ રાશિને નુકસાન થશે, તે જોઈએ.
મેષઃ રાશિના દસમા કર્મભાવમાં બુધનું ગોચર તમારા માટે લાભદાયી છે. ખાસ કરીને વેપાર કરતાં જાતકો માટે આ પરિવર્તન સુખદ હશે. વેપારમાં ઉન્નતિ થશે પરંતુ લેણ-દેણમાં સાવચતી રાખવી પડશે. પોતાની યોજનાઓ ગુપ્ત રાખો અને સંકલ્પ સિદ્ધિની સંભાવના વધારે છે. વૃષભઃરાશિના ભાગ્યભાવમાં બુધનું ગોચર આર્થિક પક્ષ મજબૂત કરશે અને વિદેશ યાત્રા સંબંધિત યોજનાઓ સફળ થશે. વિદેશી કંપનીમાં નોકરી માટે અરજી કરવા માગો છો તો આ સારો સમય છે. વિઝા પણ સરળતાથી આ સમયે મળી જશે. ધર્મ-કર્મમાં વધારે મનથી ભાગ લેશો.
મિથુનઃ તમારી રાશિ સ્વામી બુધ આઠના પ્રતાપ તથા મૃત્યુભાવમાં છે. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. પરિવારિક ઝઘડા તથા માનસિક અશાંતિથી બચો. માતા-પિતાની તબિયતનું ધ્યાન રાખો. યાત્રા કરતાં સમયે સામાન ચોરી ના થાય તેનું ધ્યાન રાખો. સમજદારીથી ચાલશો તો સફળ થશો. કર્કઃરાશિના સાતમા ભાવમાં બુધનો પ્રવેશ માન-સન્માનનમાં વધારો કરશે. લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે. લગ્નજીવનમાં મધુરતા આવશે. પ્રેમ લગ્નને લઈ ચાલતો વિવાદ પૂરો થશે. વેપારી વર્ગ માટે બેસ્ટ સમય છે. નોકરીમાં પ્રમોશન થવાના યોગ છે. સિંહઃરાશિના છઠ્ઠા ભાવથી બુધનો પ્રવેશ મિશ્ર ફળ આપશે. મોસાળ પક્ષ સાથેના સંબંધો મજબૂત બનશે અને લાભ આપશે. વધુ દેવું કર્યાં વગર તથા શત્રુથી બચીને કામ કરો. ઓફિસથી સીધા ઘરે જ આવો. પ્રવાસનો યોગ છે. વાહન સાવચેતીથી ચલાવો. તબિયત પ્રત્યે સજાગ રહો.
કન્યાઃરાશિના પાંચમા ભાવમાં બુધનું ગોચર તમારા માટે વરદાન જેવું છે. અભ્યાસમાં ફાયદો થશે. સંતાનના યોગ બને છે. નોકરી બદલવી હશે તો બદલી શકશો. ઉપરી અધિકારી સાથે સારા સંબંધો રાખો. તુલાઃરાશિના ચોથા ભાવમાં બુધનું ગોચર માનસિક તથા પારિવારિક રીતે સારું રહેશે. યાત્રા સમયે સામાન ચોરી ના થાય તેનું ધ્યાન રાખો. કેન્દ્ર તથા રાજ્ય સરકારની નોકરીમાં અરજી કરી શકો છે. મકાન તથા વાહનનો યોગ બને છે. વૃશ્ચિકઃરાશિના પરાક્રમ ભાવમાં બુધનું ગોચર તમને નવી ઊર્જા શક્તિ આપશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયની પ્રશંસા થશે પરંતુ પરિવારમાં મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખો. વિદેશ યાત્રા કે દેશમાં મુસાફરીનો યોગ બને છે.
ધનઃ રાશિના ધનભાવમાં બુધનું ગોચર તમારી વાકચાતુર્યતામાં વૃદ્ધિ કરશે. તમારી વાણી કુશળતાના દમ પર તમે મુશ્કેલ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખશો. આકસ્મિક ધનલાભ થશે. મોંઘી વસ્તુ ખરીદશો. તબિયતનું ધ્યાન રાખજો. આંખોના રોગથી બચો. તમે નોકરીમાં ષડયંત્રનો ભોગ બની શકો છે. સાવધાન રહો. મકરઃ તમારી રાશિમાં બુધનું આગમન વરદાન જેવું છે. શિક્ષણ સંબંધિત મુશ્કેલીનો અંત આવશે. સંતાન પ્રત્યેની જવાબદારી પૂરી કરશો અને માન-સન્માન વધશે. તમને મોટી સફળતા મળશે. ઉપરી અધિકારી સાથે સંબંધો મધુર રાખો. કુંભઃ રાશિના હાનિભાવમાં બુધનું ગોચર વધુ દોડધામ કરાવશે. તમારા માટે આ સમય સાવધાનીપૂર્વક રહેવાનો છે. કોર્ટ કચેરીના કેસો બહાર જ સમાધાન કરો. વિદેશ યાત્રા સંબંધીત સમસ્યાનો અંત આવશે.
મીનઃ રાશિના લાભ ભાવમાં બુધનું ગોચર એક કરતાં વધુ આવકના સ્ત્રોત બનાવે છે. સાવધાનીપૂર્વક નિર્ણય લઈને ચાલવાનો સમય છે. ગુપ્તતા જાળવી રાખો. ધન પરત આવવાના યોગ છે. નોકરીમાં પ્રમોશન મળે. નોકરી બદલવા ઈચ્છો છો તો બદલી શકશો.
Good