નવા વર્ષે શનિ બદલે છે રાશિ, આ ત્રણ રાશિને મળશે સૌભાગ્ય, જાણો તમારી રાશિ તો નથી ને?

Feature Right Religion

અમદાવાદઃ વર્ષ 2020ની શરૂઆત બુધવારના રોજ પહેલી જાન્યુઆરીથી થઈ રહી છે. જ્યોતિષની નજરથી વર્ષ 2020 ઘણું જ મહત્વપૂર્ણ રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં જ ગ્રહોના ન્યાયાધીશ તરીકે લોકપ્રિય શનિ પોતાની સ્થિતિ બદલવાનો છે. શનિ 24 જાન્યુઆરીના રોજ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર શનિની સ્વંયની રાશિ છે. શનિ પોતાની રાશિમાં જ આવતો હોવાથી શનિની સ્થિતિ મજબૂત થશે.

શનિ ગ્રહથી દુનિયા આખી ડરે છે. શનિ ગ્રહ આકાશમાં પરિક્રમા કરતાં ૩૦ વર્ષ લે છે. રાશિઓ 12 હોવાથી તે એક રાશિમાં અઢી વર્ષ રહે છે. કોઈ એક રાશિમાં આવે તે પહેલાં તે પશ્ચિમ તરફની રાશિમાં અઢી વર્ષ રહે છે. પછી તે રાશિમાં આવે છે અને અઢી વર્ષ રહે છે અને પછી તેની પૂર્વ તરફની રાશિમાં અઢી વર્ષ રહે છે. કુલ સાડા સાત વર્ષ લે છે. આને શનિની સાડા સાતી કહે છે. નવા વર્ષને લઈ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું નવું વર્ષ સારું રહે પરંતુ શનિની સ્થિતિ અનુસાર કેટલાંક જાતકો માલામાલ થશે અને કેટલાંકને મુશ્કેલીઓ તથા કષ્ટ પડશે.

શનિના પાયાનો અર્થઃ વ્યક્તિની જન્મરાશિથી શનિ જે પણ ભાવમાં ગોચકર કરે છે, તે અનુસાર શનિના પાયાનું ફળ પડે છે. શનિના ચાર પાયા હોય છે, જેમાં સોનાનો, ચાંદીનો, તાંબાનો તથા લોખંડનો પાયો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિના પાયા પરથી ખબર પડે કે વ્યક્તિ માટે શનિ શુભ રહેશે કે અશુભ. વર્ષ 2020મા શનિના રાશિ પરિવર્તનથી શનિના પાયાની તમામ રાશિઓ પર અસર પડશે.

વર્ષ 2020મા ત્રણ રાશિઓ પર શનિનો સોનાનો પાયોઃ વર્ષ 2020મા કર્ક, મકર તથા મીન રાશિઓના લોકો પર શનિનો સોનાનો પાયો જોવા મળશે. પ્રભાવઃ વધારે મહેનત કર્યા બાદ જ સુખદ પરિણામ મળશે. વર્ષ 2020મા શનિનો ચાંદીનો પાયો વૃષભ, કન્યા તથા ધન રાશઓ પર શનિના ચાંદીના પાયાની અસર જોવા મળશે પ્રભાવઃ આ રાશિઓ માટે 2020 શુભ રહેશે. નોકરી તથા વ્યવસાયમાં સફળતા મળશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *