Wednesday, April 10, 2024
Google search engine
HomeReligionનસીબને દોષ આપવાનું બંધ કરો, તમારી આ ભૂલોને કારણે શનિદેવ હોય છે...

નસીબને દોષ આપવાનું બંધ કરો, તમારી આ ભૂલોને કારણે શનિદેવ હોય છે નારાજ ને ચૂકવવી પડે છે આકરી કિંમત

અમદાવાદઃ મોટાભાગે જોવામાં આવે છે કે આપણે કોઈ નવું કામ શરૂ કરીએ તો ઘણીવાર અસફળતા મળે છે. વારંવાર પ્રયાસ કરવા છતાંય સફળતા મળતી નથી. છેલ્લે આપણે એમ કહી દઈએ છીએ કે મારુ નસીબ જ ખરાબ છે, તેને કારણે અસફળતા મળી છે. જોકે, જ્યોતિષશાસ્ત્રમાં આનું કારણ તમારી રોજિંદી આદતોને કારણે થતું હોય છે. આથી જ કેટલાંક કામો ક્યારેય કરવા જોઈએ નહીં. વ્યક્તિની ખરાબ આદતોથી શનિદેવ નારાજ થઈ જાય છે અને શુભ ફળની જગ્યાએ અશુભ ફળ આપે છે.

ઘણીવાર ઘરમાં કચરો વાળ્યાં બાદ સાવરણી ગમે ત્યાં મૂકી દેવામાં આવે છે. જ્યોતિષમાં આવું કરવા પર શનિદેવ અશુભ ફળ આપે છે, જેને કારણે અસફળતા મળે છે. સાવરણી પ્રોપર જગ્યાએ જ મૂકવી જોઈએ.

ઘણીવાર દરવાજા પર આવેલા ભૂખ્યા, તરસા કે પછી ગરીબ વ્યક્તિને ધમકાવીને ભગાવી દેવામાં આવે છે. આને કારણે શનિદેવ નારાજ થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રના મતે, ગરીબ લોકોનો સ્વામી શનિદેવ છે. આથી જ ક્યારેય ગરીબ લોકોનું અપમાન કરવું જોઈએ નહીં. વારંવાર અસફળતા મળવાનું આ પણ એક કારણ છે.

જે લોકો પોતાના બળે કોઈ બીજાના હકને છીનવી લે છે તો તેવી વ્યક્તિને શનિદેવ હેરાન કરે છે. થોડો સમય ભલે સારો રહે પરંતુ પછીથી તેની આકરી કિંમત ચૂકવવી પડે છે.

જે વ્યક્તિ ભોજનનું અપમાન કરે છે અને એઠું ભોજન રાખે છે, તેની પર શનિનો ખરાબ પ્રભાવ પડે છે.

જે વ્યક્તિને ઘરમાં ગમે ત્યાં વસ્તુઓ ફેંકવાની ખરાબ આદત હોય તેમની પર શનિદેવની નકારાત્મક અસર પડે છે. શનિના અશુભ પ્રભાવથી આવી વ્યક્તિને વારંવાર અસફળતાનો સામનો કરવો પડે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page