નવા વર્ષે આ રાશિને ખુશ શનિદેવ આપશે સૌથી મોટી ગિફ્ટ, જીવનની દરેક મુશ્કેલી થશે જોજનો દૂર
અમદાવાદઃ 24 જાન્યુઆરી, 2020માં શનિનું અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન થશે. આ દિવસે શનિ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ ગોચર 2020ના પ્રભાવથી જ્યાં એક રાશિની સાડા સાડી પૂરી થશે તો બીજી રાશિની શરૂ થશે. જે રાશિની સાડા સાતી પૂરી થશે, તે જાતકો માટે આ ખુશખબરી છે. કારણ કે છેલ્લાં સાડા સત વર્ષથી શનિનો પ્રકોપ સહન કરતી હતી.
વૃશ્ચિક રાશિ પર 24 જાન્યુઆરથી શનિની સાડા સાતી પૂરી થઈ જશે. વૃશ્ચિક રાશિના જાતકો છેલ્લાં સાડા સાત વર્ષથી શનિની સાડા સાતી ચાલતી હતી. આ સમયમાં આ જાતકોએ શનિનો પ્રભાવ અનેક મુશ્કેલીઓને સામનો કર્યો હતો. આ સમય દરમિયાન થોડાંક સારા પરિણામો પણ મળ્યાં હશે પરંતુ મોટાભાગનો સમય સાડા સાતી પ્રભાવથી અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. શનિની સાડા સાતી હટવી આ રાશિના જાતકો માટે સૌથી મોટી ગિફ્ટ છે.
કાર્યમાં નહીં આવે અડચણ: 24 જાન્યુઆરીથી વૃશ્ચિક રાશિના જાતકો સારી ફીલ કરશે. જો તમે નવા વર્ષે વેપારને લઈ નવું કામ કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે બેસ્ટ છે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય રહેશે અને કામમાં કોઈ અડચણ આવશે નહીં. કોઈ મિત્રની મદદથી તમારા અટકેલા સારી રીતે પૂરા કરી શકશો. જોકે, તે જ મિત્રની સાથે ક્યારેય કોઈ નવા કામની શરૂઆત ના કરો.
બધું જ તમારા કંટ્રોલમાં રહેશે : વર્ષના મધ્યમાં માતાની કોઈ વાતને લઈ બોલાચાલી થઈ શકે છે. જોકે, આ બધું તમારા કંટ્રોલમાં રહેશે. જો તમે કોઈ કારણથી અભ્યાસ છોડી દીધો હશે તો તમે ફરીવાર ભણવાનું શરૂ કરી શકો છો અને સફળતા મળી શકે છે. બસ તમારે આળસનો ત્યાગ કરવો પડશે અને વધુ મહેનત કરવી પડશે.