Tuesday, April 16, 2024
Google search engine
HomeReligion25 ડિસેમ્બરે બુધ બદલશે રાશિ, આ સાત રાશિઓની લાગી જશે લોટરી, થશે...

25 ડિસેમ્બરે બુધ બદલશે રાશિ, આ સાત રાશિઓની લાગી જશે લોટરી, થશે ફાયદો જ ફાયદો

અમદાવાદઃ 25 ડિસેમ્બર, 2019ના રોજ બુદ્ધિ, સંવાદ, તાર્કિક ક્ષમતા તથા સંચારનો કારક બુધ ગ્રહ વૃશ્ચિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે, જે 13 જાન્યુઆરી, 2020 સુધી રહેશે. બુધ ગ્રહનું રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર સારી-નરસી અસર કરશે. ચાલો તો જાણીએ કઈ રાશિ પર બુધનો કેવો પ્રભાવ રહેશે.

  • મેષઃ તમારા માટે આ સમય પડકારરૂપ બની શકે છે. કોઈ સમસ્યાને લઈને તમે બેચેન રહેશો. આ સમયે ભાગ્યના ભરોસે ના રહો પરંતુ કર્મ પર ધ્યાન આપો.
  • વૃષભઃ આ સમયે તમે રહસ્યમ વિષયો તરફ આકર્ષિત થશો. જ્યોતિષ વિદ્યામાં રસ લેશો. સાસરી પક્ષ તરફથી ગિફ્ટ મળવાની શક્યતા છે.
  • મિથુનઃ આ સમય દરમિયાન દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ભાગીદારીમાં વેપારના સોદામાં ખોટ જઈ શકે તેમ છે.
  • કર્કઃ આ સમયે તમે શત્રુઓ પર ભારે પડશો. જો કોઈ સ્પર્ધાની તૈયારીઓ કરશો તો સકારાત્મક ફળ મળશે.
  • સિંહઃ ઉચ્ચ શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સમય છે. રિલેશનશિપમાં રોમાન્સ જળવાઈ રહેશે. આ સાથે જ સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે.
  • કન્યાઃ આ સમયે તમારા સુખમાં વધારો થશે. માતાની તબિયત પણ સારી થશે. આ સમયે તમે ગાડી, બંગલો કે અન્ય સંપત્તિ ખરીદવાની યોજના બનાવી શકો છો
  • તુલાઃ ગોચરના પ્રભાવથી તમારા સાહસ તથા પ્રયત્નોમાં થોડો ઘટાડો થશે. નાના ભાઈ-બહેનો પ્રત્યે મનદુઃખ થવાની શક્યતા વધુ છે.
  • વૃશ્ચિકઃ ગોચરના પ્રભાવથી તમને સારું ફળ મળશે. આ સમયે તમે વાતો સ્પષ્ટ રીતે રાખી શકશો. આ સાથે જ બચત કરવામાં સફળ થશો.
  • ધનઃગોચર દરમિયાન તમારે તબિયત પર ધ્યાન આપવાની જરૂર છે. સ્વભાવ બદલાઈ શકે છે. નાની-નાની વાતો પર નારાજ થશો.
  • મકરઃ આ સમય દરમિયાન ખર્ચમાં વધારો થશે. ધનનો વ્યય થવાની શક્યતા છે. જો તમે વિદેશ જવાનું વિચારો છો તો તેમાં મુશ્કેલીઓ આવી શકે છે.
  • કુંભઃ આવકમાં વધારો થશે. આર્થિક જીવન ઉત્તમ થશે. નોકરીમાં બોસ તમારા વખાણ કરશે. મોટા ભાઈ-બહેન સાથે સંબંધો મધુર બનશે.
  • મીનઃ આ સમયે નોકરીમાં તમે ઉત્તમ પ્રદર્શન કરશો. ધંધો કરતાં જાતકોને ફાયદો થશે. વિરોધી પર તમે ધાક બેસાડી શકશો.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your imagination soar! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page