વડોદરા: સોમવારે સાવેર 11 વાગે મધ્યપ્રદેશના ધાર સિટી નજીક રેતી ભરેલા ઉભેલા ડમ્પર સાથે વડોદરાના બિલ્ડરની કાર અથડાતાં મુસાફરી કરી રહેલા બિલ્ડર અને ત્રણ મહિલા સહિત 4નાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતનો ભોગ બનનાર કારની પાછળ જ આવી રહેલા બિલ્ડરના અન્ય સબંધીઓ અકસ્માત જોતાં તેઓ ચોંકી ગયા હતાં અને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા હતાં.
વડસરની પુષ્પક સોસાયટીમાં રહેતા પરેશભાઇ ઉર્ફે પ્રવિણ જયંતિભાઇ પટેલ અને તેમના પરિવારના 11 સભ્યો બે કારમાં અમાવસ્યા હોવાથી ઓમકારેશ્વર નર્મદા નદીમાં સ્નાન અને ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જવા માટે નીકળ્યાં હતાં. મૃતકોમાં પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
સવારે 7 વાગે તેઓ નીકળ્યાં હતા ત્યારે વડસર હનુમાનજી મંદિર દર્શન કરીને નીકળ્યાં હતાં. સવારે 11 વાગે ઈન્દોર-અમદાવાદ હાઈવે ઉપર ધાર નજીક તેમની કાર રેતીથી ભરેલા ટેન્કરની પાછળના ભાગે ઘુસી જતાં 4નાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત થતાં જ હાઈવે પર લોકોનાં ટોળાં વળ્યાં હતાં.
અકસ્માત થયો તે કારની પાછળ આવી રહેલ અન્ય કાર લગભગ બે કિલોમીટર દૂર હતી. તેમની કાર જ્યારે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી ત્યારે આ દ્રશ્ય જોઈને તમામ લોકોના હોંશ ઉડી ગયા હતાં. બીજી કારમાં મુસાફરી કરી રહેલા મયુરભાઇએ તેમના મિત્ર નિરવને ફોન કરીને ઉજજૈન જવાનો રસ્તો પુછયો હતો.
અકસ્માતનો ભોગ બનનાર અમીષાબેનનો પુત્ર વિરલ કેનેડામાં અભ્યાસ કરે છે. જ્યારે સુમિત્રાબેનના બે પુત્રમાંથી એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે. તેઓને અકસ્માત ના બનાવની જાણ પરિવારજનોએ કરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી કારમાં કેતનભાઇ પટેલ, પ્રફુલભાઇ, દિલિપભાઇ બ્રિજેશભાઇ, મયુરભાઈ સવાર હતા.
drive carefully
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે