Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalમાત્ર 25 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ બન્યાં હતાં કેબિનેટ મંત્રી, આ તસવીરો...

માત્ર 25 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ બન્યાં હતાં કેબિનેટ મંત્રી, આ તસવીરો ભાગ્યે જ જોઈ હશે

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના સીનિયર નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે દિલ્હીની AIIMSમાં નિધન થયું હતું. છેલ્લાં થોડા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી જેના કારણે તેમણે લોકસભા ચૂંટણી લડવાની પણ ના પાડી હતી. સુષ્મા સ્વરાજ છેલ્લે ગત મહિને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં જોવા મળ્યાં હતાં. તેમણે 67 વર્ષની ઉંમરે દિલ્હીની AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા હતાં.

રાજકીય કારકિર્દીમાં સુષ્મા સ્વરાજના નામે ઘણી ઉપલબ્ધિઓ છે જેને દેશ હંમેશાં યાદ રાખશે. 1977માં જ્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી ત્યારે તેઓ સૌથી ઓછી ઉંમરના કેબિનેટ મંત્રી બન્યાં હતાં. તે 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યાં હતા. ત્યાર બાદ 27 વર્ષની ઉંમરમાં તે હરિયાણામાં જનતા પાર્ટીની રાજ્ય અધ્યક્ષ બન્યાં હતાં.

સુષ્મા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત સુષ્માજી પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા હતાં.

ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા બીજા એવા મહિલા નેતા હતાં જેમણે વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. છેલ્લા ચાર દાયકામાં તે 11 વખત ચૂંટણી લડ્યા, જેમાં ત્રણવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સુષ્મા સાત વખત સાંસદ રહી ચૂક્યા હતા.

પંજાબના અંબાલા કેન્ટમાં જન્મેલી સુષ્મા સ્વરાજે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢથી કાયદાની ડિગ્રી મેળવી હતી. શિક્ષણ પૂર્ણ કર્યાં બાદ તેમણે પહેલાં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો હતો.

ઈમરજન્મસીનો પૂરજોશ વિરોધ કર્યાં બાદ તેઓ સક્રિય રાજકારણ સાથે જોડાયા હતાં. સુષ્મા સ્વરાજ ભારતીય સંસદના પ્રથમ અને એકમાત્ર મહિલા સદસ્ય હતાં જેમને આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન સન્માન મળ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? Dive into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page