Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઅટલ બ્રીજ પર પહેલા જ દિવસે પાન-મસાલાની પીચકારીઓ લાગી, તસવીરો જોઈને ગુસ્સો...

અટલ બ્રીજ પર પહેલા જ દિવસે પાન-મસાલાની પીચકારીઓ લાગી, તસવીરો જોઈને ગુસ્સો આવશે

અમદાવાદ રિવરફ્રન્ટ પર અટલ ફૂટઓવર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. પહેલાં જ દિવસે બ્રીજ પર એવી ભીડ ઉમટી પડી કે પગ મૂકવાની જગ્યા નહોતી મળી. અમદાવાદની શાનમાં વધારો કરતા આ બ્રીજની અફલાતૂન ડિઝાઈન લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકોએ બ્રીજ પર મનમૂકીને સેલ્ફી લીધી હતી. જોકે લોકોએ સંપત્તિની જાળવવામાં ઉણા ઉતર્યા હોય એવું લાગી રહ્યું છે. પહેલાં જ દિવસે લોકોએ બ્રીજ પર મસાલા અને પાનની પીચકારીઓ મારીને ગંદકી ફેલાવી હતી.

અમદાવાદમાં 70થી વધુ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બ્રીજ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જોકે તેની જાળવણી કરવી એ એક નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે. પહેલા દિવસે અમુક લોકો પોતાની ફરજ ચૂક્યા હતા. નવા જ બ્રીજ પર મસાલા અને પાનની પીચકારી મારી હતી. આ વાતને લઈને જવાબદાર નાગરિકોમાં રોષની લાગણી જન્મી છે. લોકસંપત્તિની જાળવવી એ આપણા સૌની ફરજ બને છે.

એક સમયે એન્ટ્રી બંધ કરવી પડી
આજે લોકોની ભીડથી એટલો ભરાઈ ગયો છે કે પગ મૂકવાની જગ્યા પણ મળી નહોતી. રવિવારે વહેલી સવારથી જ ઓવરબ્રિજ ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. રવિવાર સાંજ સુધીમાં 15 હજારથી વધુ મુલાકાતીઓએ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. ફૂટ ઓવરબ્રિજ ઉપર જવા માટે એટલી ભીડ થઈ ગઈ હતી કે એક સમયે લોકોની એન્ટ્રી પણ બંધ કરવી પડી હતી.

લોકો બ્રિજને સેલ્ફી માટેનું નવું ડેસ્ટિનેશન માને છે
અટલ ફૂટ ઓવરબ્રિજ જોવા આવેલા સ્નેહલે જણાવ્યું હતું કે, આ ખૂબ જ સારી જગ્યા છે. ફોટો લેવા સેલ્ફી માટેની ખૂબ જ સારી જગ્યા છે. અમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. સાબરમતી નદી પર બનાવવામાં આવેલો આ બ્રિજ ફરવા માટેની ખુબ જ સારી જગ્યા છે. સીમરન વર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદનો આ ખૂબ જ સારો સેલ્ફી પોઇન્ટ બન્યો છે અને બ્રિજ ઉપરથી સાબરમતી નદી નો નજારો ખૂબ જ સારો જોવા મળે છે. ફૂટ ઓવરબ્રિજ ઉપર હાલ કોઈ પી નક્કી કરવામાં આવી નથી. ટ્વિંકલ પારેખે જણાવ્યું હતું કે, યુવાઓને ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. અમદાવાદ માટે એક નવી અને સારી સેલ્ફી પોઇન્ટ લેવાની જગ્યા છે.

લોકો અટલ બ્રિજ ખૂલવાની રાહ જોતા હતા
અટલ ફુટ ઓવરબ્રિજ ઉપર ફરવા આવેલા જીનલ કાટેલીયાએ જણાવ્યું હતું કે, ફરવા માટેની આ ખૂબ જ સારી જગ્યા છે. ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો, પણ ક્યારે શરૂ થાય તેની અમે રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે જ્યારે વડાપ્રધાન દ્વારા આને ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. ફરવા માટેની ખૂબ જ સારી જગ્યા છે. આજે અમે અહીંયા આવ્યા છીએ અને નદીનો ખૂબ જ સારો નજારો અહીંયાથી જોવા મળે છે.

ફૂટ ઓવર બ્રિજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લોકોએ વખાણ્યું
ફૂટ ઓવર બ્રિજ જોવા આવેલા ઈશિતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ માટે આ એક ખૂબ જ આકર્ષણવાળી જગ્યા છે. સેલ્ફી અને ફોટો લેવા માટેની ખૂબ જ સારી જગ્યા છે. રિવરફ્રન્ટ ઉપર આ બીજી એવી સારી જગ્યા અમદાવાદીઓને મળી છે.

પીન્કેશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી હું આ ફૂટ ઓવરબ્રિજ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યો છું અને આ ફુટ ઓવરબ્રિજ આજે શરૂ થઈ ગયો છે. ખૂબ જ સારી ફરવા માટેની જગ્યા છે અને ફોટો પડાવવા સેલ્ફી લેવાની ખૂબ જ સારી જગ્યા મળી છે. યશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ફૂટ ઓવર બ્રિજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું છે. નાગરિકો માટે આ એક સેલ્ફી પોઇન્ટ બની ગયો છે અને ફરવા માટેની ખૂબ જ સારી જગ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page