Friday, July 19, 2024
Google search engine
HomeSportsઈંગ્લેન્ડનો પરાજય, વર્લ્ડકપ 2019ના સેમીફાઈનલમાં પહોચનારી પહેલી ટીમ બની ઓસ્ટેલિયા

ઈંગ્લેન્ડનો પરાજય, વર્લ્ડકપ 2019ના સેમીફાઈનલમાં પહોચનારી પહેલી ટીમ બની ઓસ્ટેલિયા

લંડન: પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા યજમાન ઈંગ્લેન્ડને 64 રનથી હરાવી વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. મંગળવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં રમાયેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 44.4 ઓવરમાં માત્ર 221 રનમાં જ પેવેલીયન ભેગી થઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 100 રનની શાનદાર બેટિંગ ઇનિંગ રમી હતી. ફિન્ચ ઉપરાંત ડેવિડ વોર્નર (53), સ્ટીવ સ્મિથ (38) અને ઉસ્માન ખ્વાજાએ 23 મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. બોલિંગમાં જેસન બેહરનડોર્ફે શાનદાર પ્રદર્શન કરતાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મિશેલ સ્ટાર્કે ચાર અને માર્કસ સ્ટોઇનિસે એક વિકેટ પોતાના નામે કરી હતી. શાનદાર પ્રદર્શન માટે કેપ્ટન એરોન ફિન્ચને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ઓસ્ટ્રેલિયાની આ છઠ્ઠી જીત છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે યજમાન ઇંગ્લેન્ડ આઠ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. ઈંગ્લેન્ડની આ ત્રીજી અને સતત બીજી હાર છે.

ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમ ફક્ત 15 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જેમ્સ વિન્સ 0 પર જ્યારે જો રૂટ 8 રન બનાવી પેવેલીયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે 53 રનના સ્કોરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડને ચોથો ઝટકો જોની બેયરસ્ટો (27)ના રૂપમાં લાગ્યો હતો. ત્યાર બાદ 27.5 ઓવરમાં ઈગ્લેન્ડને પાંચમો ઝટકો લાગ્યો હતો. જોસ બટલર (25)એ ખ્વાજાને કેચ આપી પોતાની વિકેટ ગુમાવી હતી. પાંચમી વિકેટ માટે બટલર અને સ્ટોક્સ વચ્ચે 71 રનની ભાગીદારી નોંધાઈ હતી.

36.6 ઓવરમાં મિસેલ સ્ટાર્કે ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. સ્ટાર્કે બેન સ્ટોક્સના રૂપમાં ઇગ્લેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. તેણે પિચ પર ટકીને 115 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. છઠ્ઠી વિકે ટમાટે વોક્સ અને બટલર વચ્ચે 53 રનની ભાગીદારી નોંધાઈ હતી. આના થોડા સમય બાદ મોઈન અલી માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ એક પછી એક ડ્રેસિંગ રૂમ પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 44.4 ઓવરમાં 221 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ✨

  3. Як вибрати ідеальний варіант
    Кращі тактичні рюкзаки
    рюкзак тактичний [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]рюкзак тактичний[/url] .

  4. My programmer is trying to persuade me to move to .net from PHP.
    I have always disliked the idea because of the expenses. But he’s tryiong none the less.
    I’ve been using WordPress on a variety of websites for about
    a year and am worried about switching to another platform.
    I have heard great things about blogengine.net. Is there a way I
    can transfer all my wordpress content into it? Any help would be really appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments