Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodઆવી દેખાય છે સલમાનની ભાણી ‘આયાત’, જુઓ તસવીરો

આવી દેખાય છે સલમાનની ભાણી ‘આયાત’, જુઓ તસવીરો

મુંબઈ: બોલિવુડ અભિનેતા સલમાન ખાનના બર્થ-ડેના દિવસે જ 27 ડિસેમ્બરે બહેન અર્પિતાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનું નામ ‘આયાત’ રાખવામાં આવ્યું છે. અર્પિતાના પતિ આયુષ શર્માએ દીકરીના જન્મના ત્રણ બાદ ‘આયાત’ની અમુક તસવીરો ફેસબૂક પર પોસ્ટ કરી છે. આયુષે અર્પિતા, આયુષ, આયાત અને મોટો પુત્ર આહિલ સાથે તસવીરો પોસ્ટ કરી છે.

નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલાં સલમાનના બર્થ-ડે પર અર્પિતાએ સિઝેરીયનથી દીકરીને જન્મ આપ્યો હતો. સલમાને પોતાના જન્મદિવસની સૌથી મોટી ગિફ્ટ હોવાનું કહ્યું હતું. ડિલીવરીના દિવસે સલમાન ખાન અને આખા પરિવારે હોસ્પિટલની મુલાકાત લઈને બહેન અને ભાણીના ખબરઅંતર કાઢ્યા હતા.

સલમાને અર્પિતાની ડિલીવરીને આગળની રાત્રે પનવેલ સ્થિતિ ફાર્મ હાઉસની જગ્યાએ સોહેલ ખાનના ઘરે પાર્ટી આપી હતી. તેમાં અર્પિતા પણ આવી હતી. અર્પિતા અને આયુષે 2014 માં લગ્ન કર્યા હતા. આ બંનેને ચાર વર્ષનો પુત્ર આહિલ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your mind roam! ✨ Don’t just read, experience the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page