Saturday, April 13, 2024
Google search engine
HomeNationalપાક્કી બહેનપણીથી એવી કંટાળી કે નશામાં ધૂત થઈને મારી નાખી

પાક્કી બહેનપણીથી એવી કંટાળી કે નશામાં ધૂત થઈને મારી નાખી

પોતાની સહેલીનું ગળું દબાવી મારનાર યુવતીની પોલીસે ધરપકડ કરી દીધી છે. દારૂના નશામાં મિત્રને મર્ડર કરવાની માહિતી આપવાના કારણે પોલીસે આરોપીની ધરપકડ કરી દીધી છે. જોકે તે અમદાવાદ ભાગી જવાની ફિરાકમાં હતી, પરંતુ મિત્રની સૂચનાના આધારે પોલીસે તેને પકડી લીધી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે, ફાઈનાન્સર મિત્રના કહેવા પર તે પોતાની મિત્રને સમજાવવા ગઈ હતી. કહેવાય છે કે, આખી ઘટના લવ અફેર સાથે જોડાયેલ છે.

ઘટના અજમેરના રામગંજ પોલીસ સ્ટેશનના અજય નગરીની છે. રામગંજ સ્ટેશન ઈન્ચાર્જ સતેન્દ્રસિંહ નેગીએ જણાવ્યું કે, શહેરના ક્લૉક ટાવર નિવાસી જ્યોતિ ધાનકાના મર્ડરના આરોપમાં અજય નગર નિવાસી અનુરાધા નાયકને પકડવામાં આવી છે.

લવ અફેરની હતી ઘટના
ક્લૉક ટાવર પોલીસના ઉસરી ગેટ રાવણની બગીચી નિવાસી મૃતકા જ્યોતિ (32) અને રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અજય નગર નિવાસી અનુરાધા (36) મિત્રો હતી. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, જ્યોતિની મિત્રતા એક ફાઈનાન્સર સાથે હતી, પરંતુ ફાઈનાન્સરે તેની સાથે મિત્રતા તોડી બીજી યુવતી સાથે મિત્રતા કરી લીધી.

જ્યોતિ ફાઇનાન્સર પર પોતાની સાથે પણ મિત્રતા કરવાનું દબાણ કરવા લાગી, પરંતુ તે માન્યો નહીં. જેનાથી કંટાળી તેને આખી વાત અનુરાધાને જણાવી. જ્યોતિને સમજાવવા માટે અનુરાધા 6 સપ્ટેમ્બરની બપોરે તેના ઘરે ગઈ હતી, પરંતુ ત્યાં વાત વણસી અને અનુરાધાએ દોરડાથી ટૂંપો દઈ જ્યોતિને મારી નાખી.

પોલીસને એમજ શક હતો કે, મર્ડર બાદ અનુરાધા 6 સપ્ટેમ્બરે જ પાલી જતી રહી હતી, પરંતુ અનુરાધા સાથે પૂછપરછમાં જાણવા મળ્યું કે, મર્ડર બાદથી તે એક આખો દિવસ અને આખી રાત લાશની પાસે જ હતી. બીજા દિવસે 7 સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગે તે પાલી માટે નીકળી. પાલી પહોંચ્યા બાદ તેણે હાઉસિંગ બોર્ડમાં રહેતા તેના ઓળખીતા સૂર સિંહને કૉલ કર્યો. તેણે જણાવ્યું કે, તે અમદાવાદ જવા ઈચ્છતી હતી, પરંતુ રાત્રે મોડું થઈ ગયું હતું એટલે પાલી રોકાશે.

અનુરાધા પોલીસથી બચવા માટે અમદાવાદ ફરાર થવાની હતી. પાલી પહોંચ્યા બાદ તે તેના ઓળખીતા સાથે હોટેલમાં ખાવા માટે ગઈ. અહીં અનુરાધાએ દારૂ પીધો. નશો ચઢતાં જ તે રડવા લાગી. સૂરજ સિંહે તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે મર્ડરની આખી વાત જણાવી.

જ્યોતિના મર્ડરની વાત સાંભળતાં જ સૂરજ સિંગ ગભરાઈ ગયો. ગુરૂવારે સવારે સિંહ અનુરાધાને અમદાવાદ જવા માટે પાલીના નહર પુલિયા લાવ્યો. અહીં તેને છોડી તે ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ અધિકારી સાથે વાત કરી પોલીસે અનુરાધાને પકડી અને પૂછપરછ કરી તો, તેણે મર્ડરની આખી વાત જણાવી દીધી.

પતિના મૃત્યુ બાદ અલગ રહેવા લાગી હતી
યુવતી સાથે ટ્રાન્સપોર્ટ નગર SHO વિક્રમસિંહ સાંદૂએ પૂછપરછ કરી તો તેણે કહ્યું, તે અજમેરના રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અજયનગરમાં પતિના મૃત્યુ બાદ એકલી રહેતી હતી અને વ્યાજ પર રૂપિયા આપવાનું કામ કરતી હતી. જ્યોતિ તેની મિત્ર હતી. મર્ડર બાદ ઓરડાને તાળુ મારી તે પાલી આવી ગઈ હતી. અનુરાધાએ પાલી પોલીસને જણાવ્યું કે, તેની લાશ હજુ પણ ઓરડામાં જ પડી હતી. તેની માહિતી અજમેરના રામગંજ સીઆઈ સરેન્દ્રસિંહ નેગીને આપી. ગુરૂવારે સવારે રામગંજ પોલીસે જ્યારે ઓરડાનું તાળું ખોલ્યું તો, તેમાં જ્યોતિની લાશ પડી હતી. મર્ડરના આરોપમાં અજમેર પોલીસે અનુરાધાની ધરપકડ કરી દીધી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page