Thursday, April 25, 2024
Google search engine
HomeNationalઆઈટી હબ બેંગલુરુ પાણીમાં ડૂબ્યું, કરોડો રૂપિયાની કાર પાણીમાં ડૂબી ગઈ

આઈટી હબ બેંગલુરુ પાણીમાં ડૂબ્યું, કરોડો રૂપિયાની કાર પાણીમાં ડૂબી ગઈ

ભારે વરસાદને કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુ બેહાલ છે. શહેરના અનેકે વિસ્તારો ગળાડૂબ પાણીમાં છે. હાલત તો એવી છે કે બેન્ટલે, લેક્સસ જેવી લક્ઝૂરિયસ કાર્સ પાણીમાં ડૂબેલી છે.

સો.મીડિયામાં તસવીરો વાઇરલ થઈઃ સો.મીડિયામાં ડૂબેલી કાર્સની તસવીરો વાઇરલ થઈ છે, જેમાં એનએક્સ એસયુવી, લેક્સસ સેડાન, બેન્ટલે બેટાયગા, ઑડી ક્યૂ, લેન્ડ રોવર જેવી લક્ઝૂરિયસ કાર પાણીમાં ડૂબેલી છે. આ ઉપરાંત ફોક્સવેગન પોલો તથા હોન્ડા સિવિક કાર પણ છે.

વરસાદથી બેંગલુરુની હાલત ખરાબઃ ઉલ્લેખનીય છે કે સતત બીજા દિવસે ભારે વરસાદને કારણે બેંગલુરુના અનેક પોશ વિસ્તાર પાણીમાં છે. બેલંદુર, વ્હાઇટફીલ્ડ, આઉટર રિંગ રોડ, બીઈએમલ લેઆઉટ, સરઝાપુરા રોડ સહિત અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે તેમ માનવામાં આવી રહ્યું છે.

અનેક લોકો ફસાયાઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેંગલુરુમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક લોકો ફસાઈ ગયા છે.

જાણીતી એજ્યુકેશન ફર્મના સીઇઓ ગૌરવ મુંજાલના પરિવાર, પાલતુ કૂતરાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌરવ ટ્રેક્ટર સાથે જોવા મળ્યો હતો.

ગૌરવ મુંજાલે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને જરૂરિયાતમંદને કોઈ પણ મદદ માટે મેસેજ કરવાનું કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page