અડધી રાત સુધી ઓફિસમાં બેસીને કામ કરી રહેલા કર્મચારીઓ સાવધાન! જાણો કેમ

International

નવી દિલ્હી: પૈસા કમાવવાની લ્હાયમાં અને કામના વર્કલોડને કારણે કર્મચારીઓ મોડી રાત સુધી ઓફિસમાં કામ કરતાં હોય છે અને ઘણાં કર્મચારીઓ એવા પણ હોય છે કે મોડી રાત સુધી ઓવર ટાઈમ કરીને બોસ નજરમાં સારાં દેખાવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યાં છે. મોડી રાત સુધી ઓફિસમાં કામ કરવાથી આદત તમને જોખમ ઉભું કરી શકે છે. મોડી રાત સુધી ઓફિસમાં કામ કરવાની તમારી આદત તમને હાયપરટેન્શન એટલે કે બીપીનું જોખમ વધારી દે છે.

એક વીકમાં 49 કલાકથી વધારે કામ કરવાથી જીવને જોખમ વધારે: મોડી રાત સુધી ઓફિસમાં કામ કરવાને લઈને US હાર્ટ એસોસિએશનના એક અભ્યાસ કરવમાં આવ્યો હતો જેમાં એક સપ્તાહમાં 49 કલાક એટલે 5 વર્કિંગ દિવસ પ્રમાણે ગણવામાં આવે તો દરરોજ 10 કલાકથી વધારે ઓફિસમાં રોકાઈને ઓવર ટાઈમ કરતા લોકોમાં બીપીનું જોખમ 66 ટકા વધારે રહેતું હોય છે.

અમેરિકા હાર્ટ એસોસિયેશનના અભ્યાસમાં વધુ જાણવા મળ્યું હતું કે, ફક્ત ઓફિસમાં મોડી રાત સુધી કામ કરતાં કર્મચારીઓ તેમનો જીવ જોખમમાં મુકે છે તેવું નથી જોકે એવા પણ કર્મચારીઓ છે જે અઠવાડિયામાં 40 કલાક કામ કરતાં એટલે કે રોજનું 8 કલાકના સરેરાશ પ્રમાણે વર્ક કરતાં 1 કલાક વધારે કામ કરે છે તો તેમને પણ હાઈ બ્લડ પ્રેશનનું જોખમ વધી જાય છે.

આ અભ્યાસમાં રિસર્ચરોએ કેનેડામાં 3 પબ્લિક ઈન્સ્ટિટ્યૂશન્સમાં કામ કરતા 3,500 કર્મચારીઓ પર પાંચ વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં અનેક ખુલાસ થયા છે. મોડી રાત સુધી ઓફિસમાં કામ કરે છે તેવા કર્મચારીઓને ખબર હોવી જોઈએ કે, તેમની આ આદતને કારણે હાર્ટ પર ગંભીર નુકશાન પહોંચી શકે છે.

જે લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને ઓફિસમાં મોડી રાત સુધી કામ કરી રહ્યાં છે તેવા લોકોને ડોક્ટર પાસે સલાહ લેવી જોઈએ અને તેમને વિયરટેબલ મોનિટર પહેરી રાખવું જોઈએ જેના કારણે તેમના બ્લડ પ્રેશરનું સતત ચેકિંગ થયા કરે. ડાયગ્રોસિસમાં મોડું થતાં ગંભીર બિમારી અને જીવનું જોખમ રહે છે. મોડી રાત સુધી ઓફિસમમાં કામ કરવાથી તમારું જીવ જોખમમાં મુકી શકો છે તેવું એક અભ્યાસમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત ગંબીર બિમારી પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *