સલમાન ખાનની ‘સુમન’ની દીકરી છે રૂપરૂપનો અંબાર, બસ એક વાતે પડે છે મોમથી અલગ

Bollywood Feature Right

મુંબઈઃ 1989માં આવેલ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મને કોણ ભૂલી શકે, જેમાં એક માસૂમ છોકરીના રોલમાં જોવા મળી હતી ભાગ્યશ્રી. આ ફિલ્મથી જ ભાગ્યશ્રીને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી અને આજે પણ લોકો તેની માસૂમિયતને યાદ કરે છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ભાગ્યશ્રીએ કામ કર્યું હતું અને લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું. ત્યારબાદ તેણે તમિલ, તેલુગુ અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેને ઓળખ તો ‘મૈંને પ્યાર કિયા’થી જ મળી. છેલ્લા ઘણા લાંબા સમયથી તે ફિલ્મોથી દૂર પરિવારને સંભાળી રહી છે. બે મેચ્યોર બાળકોની માતા હોવા છતાં ભાગ્યશ્રી તેની ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. અત્યારે ભાગ્યશ્રી તેની દીકરી અવંતિકા દસાનીના કારણે ચર્ચામાં છે. તે પણ તેની માતાની જેમ જ સુંદર લાગવા લાગી છે. તે સોશિયલ મીડિયાથી દૂર જ રહે છે. સુંદરતાની બાબતમાં તે બધાં જ સ્ટાર કિડ્સને ટક્કર આપે છે.

અવંતિકા 23 વર્ષની થઈ ગઈ છે અને તે ખૂબજ ગ્લેમરસ છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો જોઇ લોકો તેનામાં ભાગ્યશ્રીની જ છાયા જુએ છે.

અવંતિકાએ લંડન બિઝનેસ સ્કૂલ ઓફ કેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે બિઝનેસ અને માર્કેટિંગમાં ડિગ્રી લીધી છે.

છેલ્લા કેટલાક સમયથી અવાંતિકા મ્યૂઝિક ડિરેક્ટર અનુ મલિકના ભત્રીજા અરમાન મલિક સાથે ડેટિંગના કારણે ચર્ચામાં છે.

એવા પણ સમાચાર આવ્યા છે કે, સલમાન ખાનના પ્રોડક્શનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. જોકે, આ બાબતે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી થયું.

અવંતિકા આમ તો સોશિયલ મીડિયામાં બહુ ઓછી એક્ટિવ રહે છે, પરંતુ તેની મા વારંવાર તેની પોસ્ટ શૅર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *