Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeવધેલી રોટલીમાંથી બનાવો ભાખરવડી, બ્રેકફાસ્ટમાં છે બેસ્ટ

વધેલી રોટલીમાંથી બનાવો ભાખરવડી, બ્રેકફાસ્ટમાં છે બેસ્ટ

સાંજની વધેલી રોટલીનુ શું કરવું એ મોટાભાગના ફેમિલીને સતાવતો પ્રશ્ન છે. તો એનું સોલ્યુસન છે ભાખરવડી. તમે વધેલી રોટલીમાં ટેસ્ટી ભાખરવડી બનાવી શકો છો. આ ભાખરવડીનો ટેસ્ટ ખાવમાં ખૂબ જ જ સરસ હોય છે. તો આવો બનાવીએ રોટલીમાંથી ભાખરવડી.

રોટલીની ભાખરવડી બનાવવાની સામગ્રી

પાંચ રોટલી
એક બાઉલ બાફેલા બટાકાનો માવો
એક ચમચી ધાણાજીરું
અડધી ચમચી ગરમ મસાલો
ચપટી હિંગ
બે ચમચી સમારેલી કોથમીર
અડધી વાટકી મેંદો
સ્વાદ અનુસાર મીઠું
સ્વાદ અનુસાર લાલ મરચું
તળવા માટે તેલ

કેવી રીતે બનાવશો?

સૌપ્રથમ બટાટાંને બાફીને છોલી લો. ત્યારબાર તેને બરાબર મેશ કરી લેવાં. જરા પણ ટૂકડા ન રહેવા જોઇએ. ત્યારબાદ બટાકાના માવામાં મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, કોથમીર અને હિંગ એડ કરી બરાબર મિક્સ કરી દો.ત્યારબાદ એક બાઉલમાં થોડો મેંદો લો. અંદર પા ચમચી મીઠું નાખી થોડું પાણી એડ કરી જાડી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ રોટલીની કિનારીને બાકી રાખી બાકીના આખા ભાગ પર બટાકાના માવાનું પાતળું લેયર બનાવી દો. ત્યારબાદ કિનારી પર મેંદાની પેસ્ટ લગાવી રોલ વાળી દો અને કિનારી ચોંટાડી 5 મિનિટ સેટ થવા મૂકી દો. 5 મિનિટમાં રોલ સેટ થઈ જાય એટલે ચપ્પાથી ભાખરવડી જેવા પીસ કાપી લો. હવે મેંદાની પેસ્ટમાં વધુ પાણિ એડ કરી પાતળી પેસ્ટ કરી લો. આ દરમિયાન તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે ભાખરવડીને મેંદાની પેટમાં ડબોળી તળવા મૂકો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. આ જ રીતે બધી ભાખરવડી તૈયાર કરી લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page