Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodચાર દિવસમાં સલમાનની 'ભારત'એ 122.20 કરોડની કમાણી કરી

ચાર દિવસમાં સલમાનની ‘ભારત’એ 122.20 કરોડની કમાણી કરી

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’એ રિલિઝના પહેલાં ચાર દિવસમાં જ 122.20 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવી નાખ્યો છે. ફિલ્મ પહેલા સપ્તાહમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે એવું અનુમાન છે. બીજી તરફ અજય દેવગનની ફિલ્મ ‘દે દે પ્યાર દે’એ ત્રીજા સપ્તાહમાં પણ 10 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે.

‘ભારત’ની કમાણી 100 કરોડ

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ સિનેમાહાઉસમાં બુધવારે રિલીઝ થઈ હતી. પહેલા દિવસે 42.30 કરોડ રૂપિયાનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. ફિલ્મ ગુરૂવાર અને શુક્રવારે મળીને 53.20 કરોડની કમાણી કરતી હતી. શનિવારે આ ફિલ્મે 26.70 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટર થઈ છે.

‘દે દે પ્યાર દે’નો જલવો હજી યથાવત્

આ સિઝનની સરપ્રાઈઝ હીટ રહેલી અજય દેવગન, તબ્બૂ અને રાકુલપ્રીત સિંહ સ્ટારર ‘દે દે પ્યાર’નો જાદૂ ત્રીજા સપ્તાહમાં પણ ચાલ્યો હતો. ફિલ્મે ત્રીજા સપ્તાહમાં 10.84 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટી-સિરીઝની ફિલ્મ ‘દે દે પ્યાર દે’એ રિલીઝના ત્રણ સપ્તાહમાં 93.52 કરોડની કમાણી કરી લીધી છે.

‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મની કમાણી 21 કરોડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’એ પણ પોતાના પ્રોડ્યુસર્સને નિરાશ કર્યા નહોતા. ફિલ્મની બે સપ્તાહની કુલ કમાણી 21.94 કરોડ રહી છે. જ્યારે અર્જૂન કપૂરની ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મે નિરાશ કર્યા હતા. ફિલ્મ માત્ર 11.93 કરોડની કમાણી કરી શકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page