Monday, April 15, 2024
Google search engine
HomeGujaratસુરતમાં કુટણખાનાનો થયો પર્દાફાશ, 3 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયા

સુરતમાં કુટણખાનાનો થયો પર્દાફાશ, 3 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયા

સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં પર વરાછા પોલીસે રેડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કૂટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ લલનાઓને 300 રૂપિયા આપતા હતા.

પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે વરાછા પોલીસે ગતસાંજે મારૂતિચોક પાસે પ્લોટ નં.117ના પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી હતી. ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકને ચાર લલના સાથે ઝડપી લીધા હતા. પોલીસે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ત્રણ ગ્રાહકો ત્રણ લલના સાથે કંઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી રતીકાંત હરીક્રિષ્ના જૈના ( ઉ.વ.35, રહે.202, ગણેશ એપાર્ટમેન્ટ, માનસરોવર સર્કલ પાસે, અમરોલી, સુરત ) સાથે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતી ( ઉ.વ.30, રહે.રામકૃપા સોસાયટી, માતૃશક્તિ રોડ, રચના સર્કલ પાસે, કાપોદ્રા, સુરત ) અને રતીકાંતની પણ ધરપકડ કરી હતી.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.17,450, રૂ.52 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન, 8 કોન્ડોમ મળી કુલ રૂ.67,450 નો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણી ( રહે.16, બાલાજી સોસાયટી, મારૂતિચોક, વરાછા, સુરત. મૂળ રહે.બાદલપર, તા.પાલીતાણા, જી.ભાવનગર ) ની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page