Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalસ્વરૂપવાન પત્ની સાથે પતિ આચરતો હેવાનીયત, એવા એવા ગંદા કામ કરતો કે...

સ્વરૂપવાન પત્ની સાથે પતિ આચરતો હેવાનીયત, એવા એવા ગંદા કામ કરતો કે…

કહેવાય છે કે, પતિ ત્યાર સુધી પરમેશ્વર હોય છે જ્યાર સુધી તે પોતાની પત્નીનું સન્માન કરે અને તેના સુખ-દુખમાં સાથે આપે. પરંતુ આજ પતિ પોતાની જીવન સાથી પર અત્યાચાર કરીને હેવાનિયતની હદ પાર કરે, જીંદગી નરક કરતાં પણ બત્તર બનાવી દે તો તે હેવાન બની જાય છે અને તેનો અંત થવો જોઈએ. ત્યાર રાજસ્થાનના ભરતપુરમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પત્નીની ઈચ્છા નહોતી છતાં પણ પતિની હત્યા કરવા માટે મજબૂર બની હતી. આ માટે પતિનું મર્ડર કરવા માટે પ્લાન બનાવ્યો હતો અને તેને મોતનો ઘાટ ઉતાર્યો હતો. પોલીસે પત્નીની ધરપકડ કરી હતી અને તેણે આપવીતી જણાવી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી.

જોક, આ ખૌફનોખ ક્રાઈમની કહાની ભરતપુરના નગર વિસ્તારની છે. જ્યાં જીતેન્દ્ર નામનો યુવક પોતાની પત્ની દીપા અને બાળકોની સાથે રહેતો હતો. મૃતકના લગ્ન 12 વર્ષ પહેલા દીપા સાથે થયા હતાં. તે ફ્રૂટનો બિઝનેસ કરતો હતો. કહેવામાં તો તે માણસ હતો પરંતુ તેની હરકતો હેવાનથી ઓછી નહોતી. તે દારૂના નશામાં એટલો બધો બદલાઈ ગયો હતો કે પત્નીને જાનવરની જેમ મારતો હતો અને ઘણીવાર શારીરિક ત્રાસ આપતો હતો.

પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ ઘણીવાર ના પાડતી હોવા છતાં પણ પોતાની શર્મનાક હરકતોથી બાજ આવતો નહતો. પતિ બાળકોની સાથે પણ અશ્લીલ હરકતો કરતો હતો. મહિલાની સાથે તે અપ્રાકૃતિક રીતે પણ સંબંધ બાંધતો હતો. એવું કહી શકાય કે, તે રોજ દારૂના નશામાં રેપ કરતો હતો.

મહિલાએ જણાવ્યું કે પતિના અત્યાચારોથી બહુ પરેશાન થઈ ગઈ હતી અને ડિપ્રેશનમાં જતી રહી હતી. ઘણીવાર મહિલાએ આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી, પરંતુ બાળકો હોવાને કારણે તે આ પગલું ઉઠાવી શકતી નહોતી.

પોલીસને દીપાએ જણાવ્યું કે, 21 માર્ચની રાતે જ્યારે તેનો પતિ જીતેન્દ્ર દારૂના નશામાં આવ્યો તો હેવાનિયત પર ઉતરી ગયો અને ગંદી-ગંદી હરકતો કરવા લાગ્યો હતો. બાળકોની સામે જ તે શર્મનાક કામ કરવા લાગ્યો હતો. જેને તે સહન કરી શકી નહીં અને તેણે વિચારી લીધું કે હવે તો પતિને મોતને ઘાત ઉતારવો જ પડશે. દીપાએ રાતે જ જીતેન્દ્રની શબ્જીમાં જ ચાર ઉંઘની ગોળી નાખી અને જમવાનું આપ્યું હતું. જ્યારે જીતેન્દ્ર ઉંઘમાં હતો ત્યારે દીપાએ કિચનમાંથી ચપ્પુ લાવી અને પતિનું મોંઢું દબાવીને તેનું ગળું કાપી નાખ્યું. ત્યાર બાદ તેના શરીર પર અનેકવાર ચપ્પાના ઘા માર્યા હતાં. આખું શરીર લોહીથી લથબથ હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page