Friday, April 12, 2024
Google search engine
HomeFeature Right3 ફુટ હાઈટ, 15 કિલો વજન ધરાવતો ગુજરાતનો ગણેશ બનશે ડોક્ટર

3 ફુટ હાઈટ, 15 કિલો વજન ધરાવતો ગુજરાતનો ગણેશ બનશે ડોક્ટર

ભાવનગર: ગુજરાતનાં ભાવનગર નિવાસી ગણેશનું સપનું ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવાનું છે. પરંતુ તેમના આ સપનાને ત્યારે ઝાટકો વાગ્યો જ્યારે માત્ર હાઈટ અને વિકલાંગતાનાં કારણે તેને ગુજરાત સરકારે એમબીબીએસમાં દાખલો આપવાથી ઈન્કાર કરી દીધો હતો. જોકે, ગણેશે હાર ન માની અને કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય લીધો હતો. તે હાઈકોર્ટ પહોંચ્યા પરંતુ ત્યાં પણ તેને ઝટકો મળ્યો હતો.

ત્યાર બાદ ગણેશે સુપ્રીમકોર્ટમાં પોતાની લડાઇ લડી હતી. હવે સુપ્રીમ કોર્ટે તેમના હકમાં નિર્ણય સંભળાવ્યો છે અને આ સાથે જ ગણેશનાં ડોક્ટર બનવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.

ગણેશે ગત વર્ષે NEETની પરીક્ષામાં 233 અંક મેળવ્યા હતાં. પરંતુ તેને એડમિશન મળ્યું ન હતું. કારણ બતાવવામાં આવ્યું કે, તેમની હાઈટ અને વિકલાંગતાનાં કારણે તેમને ઓપરેશન સહિત અન્ય મહત્વનાં કાર્યોમાં અડચણ ઉભી થશે, જે ડોક્ટર માટે આવશ્યક છે. જોકે, ગણેશ આ નિયમ વિરૂદ્ધ હાઈકોર્ટમાં પહોંચ્યા હતાં. હાઈકોર્ટે પણ તેમની સરકારના નિર્ણયને પડકાર આપતી તેમની અરજીને ફગાવી દીધી હતી.

ત્યાં જ ગણેશે પણ વિચારી લીધું હતું કે, પોતાના સપનાને સાકાર કરવા માટે તે છેલ્લે સુધી લડાઈ લડશે. હાઈકોર્ટનાં નિર્ણય વિરુદ્ધ ગણેશે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સાફ કર્યું હતું કે, માત્ર શારિરીક અક્ષમતા અને હાઈટનાં કારણે આપણે કોઈના સપનાને સાકાર થતાં રોકી ન શકીએ. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તમામ ત્રણ દાખલાઓને રોકવામાં આવ્યા હતા, તેમને ફરીથી તક આપવાનો આદેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ ગણેશ સહિત તેમનો સંપૂર્ણ પરિવાર ખુશ છે. ગણેશ હવે 18 વર્ષનાં થઈ ગયા છે અને હવે તેમનો વજન પણ 1 કિલો વધીને 15 કિલોગ્રામ થઈ ગયો છે. ગણેશને હવે લાગી રહ્યું છે કે, તેઓ ડોક્ટર બની લોકોની સેવા કરવાનું સપનું સાકાર થશે. આ અઠવાડિયે જ તેઓ ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં દાખલો લેવા જઇ રહ્યા છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? Embark into this thrilling experience of imagination and let your mind soar! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. I participated on this gambling website and won a substantial cash, but eventually, my mother fell sick, and I wanted to take out some earnings from my casino account. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to the casino site. I plead for your help in reporting this online casino. Please help me in seeking justice, so that others do not face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this exciting adventure of discovery and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page