Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratભાવનગરના રાજકુમારની પર્સનાલિટી આગળ અભિનેતાઓ પણ ટૂંકા પડે, બનાવી જબરદસ્ત બોડી

ભાવનગરના રાજકુમારની પર્સનાલિટી આગળ અભિનેતાઓ પણ ટૂંકા પડે, બનાવી જબરદસ્ત બોડી

ભારત રાજ-મહારાજાઓનો દેશ રહ્યો છે. આપણે બાળપણથી રાજા-મહારાજાઓની વાર્તા સાંભળતા આવ્યા છીએ કે તેમનો રુઆબ અને રહેણી-કરણી કેવી હતી. ભારતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 222 રજવાડાઓ હતા. તેમાં પણ ખાસ કરીને એક રાજાનું નામ આવે એટલે લોકો આજે પણ નતમસ્તક થઈ જાય છે. આ રાજા એટલે ભાવનગરના કૃષ્ણકુમારસિંહ ગોહીલ. તેમની ખ્યાતિ દેશ-વિદેશ સુધી ફેલાયેલી હતી.

આજે અમે વાત કરીશું ભાવનગરના કૃષ્ણકુમારસિંહ ગોહીલના વંશજ વિજયરાજસિંહના પુત્ર જયવીરરાજસિંહ વિશે. રાજકુમાર જયવીરરાજસિંહે બોડી બિલ્ડરને ટક્કર મારે તેવી બોડી બનાવી છે. ખૂબ જ હેન્ડસમ અને ફીટનેસ ફ્રીક જયવીરરાજસિંહની પર્સનાલિટી કોઈ પણ એક્ટરને ટક્કર મારે એવી છે. હિન્દી ન્યૂઝ વેબસાઈટ આજતકે આ અંગે તેમની સાથે વાત કરી હતી.

કોલેજકાળથી વર્કઆઉટ કરે છે: ભાવનગરના કુંવર જયવીરરાજ ફિટનેસને ઘણું જ મહત્ત્વ આપે છે. તે દેસી એક્સર્સાઇઝ તથા ડાયટથી પોતાને ફિટ બનાવે છે. કુંવર જયવીરરાજ સિંહે દેસી ડાયટ, વર્કઆઉટની સાથે દેસી એક્સરર્સાઇઝ કરવાની ટિપ્સ પણ આપી હતી. ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલ ઘણાં જ લોકપ્રિય છે. તે ફેશનેબલ છે, ફિટનેસ ફ્રીક છે. તે બૉડી પર ઘણું જ ધ્યાન આપે છે. તે 10-11 વર્ષથી ફિટનેસ પર કામ કરે છે. આ જ કારણે તેને ફિટનેસ અંગે ખાસ્સું નોલેજ છે.

કઈ રીતે દેસી વર્કઆઉટ શરૂ કર્યુંઃ કુંવર જયવીરરાજ સિંહે હિન્દી ન્યૂઝ વેબસાઈટ આજતકને કહ્યું હતું કે જ્યારે તે અભ્યાસ માટે બહાર ગયા ત્યારથી ફિટ રહેવાનો શોખ થયો હતો. ત્યારબાદ તે ક્યારેક ક્યારેક વર્કઆઉટ કરતા હતા. વિદેશમાં પણ મોડર્ન વર્કઆઉટ કરવાની શરૂઆત કરી હતી.

ત્યારબાદ અભ્યાસ કરીને ભારત પરત ફર્યા ત્યારે ભાવનગરમાં સિહોર ગયા હતા અને અહીંયા તેમણે એક જૂનો ફોટો જોયો હતો અને તેમાં 2 પહેલવાન પહેલવાની કરતા હતા. આ ફોટો જોઈને દેસી વર્કઆઉટ કરવાનું નક્કી કર્યું હતું. જયવીર રાજ સિંહે કહ્યું હતું કે તેમના પિતા મુગદલથી એક્સર્સાઇઝ કરતાં હતાં. શરૂઆતમાં તે ચાર કિલોનો મુગદલ પણ ફેરવી શકતા નહોતા, જ્યારે જિમમાં તે 200 કિલો ડેડલિફ્ટ, 150 કિલો સ્ક્વૉટ કરતાં હતાં.

તે સમયે તેમને બંને પ્રકારની એક્સર્સાઇઝ વચ્ચેનો ભેદ ખબર પડી હતી. મોડર્ન એક્સર્સાઇઝની તુલનાએ દેસી એક્સર્સાઇઝ વધુ અઘરી છે. પછી તેમણે દેસી એક્સર્સાઇઝ કરવાનું નક્કી કર્યું. જો મન થાય તો ક્યારેક જિમ જાય છે. તેમના બાઇસેપ્સની સાઇઝ 19 ઇંચ છે.

દેસી એક્સર્સાઇઝના ફાયદા લાંબા સમય સુધી ચાલે છે. જો તમે ઘરડાં પણ થઈ જાવ ત્યારે પણ તમારું શરીર તંદુરસ્ત રહેશે. જિમમાં તમે 15 દિવસ એક્સર્સાઇઝ ના કરો તો તમને તરત જ ખ્યાલ આવી જશે, શરીર એકદમ લૂઝ થઈ જાય છે. તેઓ જિમ એક્સર્સાઇઝને ખરાબ નથી કહેતા, પરંતુ તે એટલુ જ કહે છે કે દરેકે પોતાના શરીરને દેસી એક્સર્સાઇઝથી મજબૂત બનાવવું જોઈએ. તે હંમેશાં કાયમ રહે છે.

કુંવરે કહ્યું હતું કે તે છેલ્લાં ચાર વર્ષ સુધી કેલરી કાઉન્ટ કરીને ખાતા હતા, પરંતુ પછી માત્ર સારું ભોજન ને એક્સર્સાઇઝ પર જ વિશ્વાસ કરવા લાગ્યા. આ ઉપરાંત ડાયટમાં પ્રોટીનની માત્રાનું ધ્યાન રાખે છે. મસલ્સ માટે પ્રોટીન જરૂરી છે.

વર્કઆઉટઃ
પ્રિન્સે કહ્યું હતું કે તે રોજ સવારે એક્સર્સાઇઝ રકરે છે. પેલેસમાં જ અખાડો બનાવ્યો છે. અહીંયા ગાદલું, મુદગલ વગેરે દેસી વર્કઆઉટ માટેના સાધનો છે. 15-20 મિનિટ વોર્મ અપ કરે છે. ત્યારબાદ 500-500 દંડ બેઠક કરે છે. 100 દંડ બેઠક બાદ 1 મિનિટનો રેસ્ટ કરે છે. ત્યારબાદ મુદગલ ચલાવે છે.

પ્રિન્સ પાસે 10, 12, 14, 15, 16, 18 તથા 22 કિલો વજનના મુદગલ છે. હળવા વજનના મુદગલને 200 વાર ગોળ ગોળ ફેરવે છે. વજન વધે તેમ તેમ રેપિટેશન ઓછું કરે છે. સૂર્યનમસ્કાર અચૂક કરે છે. એક કલાક વર્કઆઉટ કરે છે. આ રૂટિન ફોલે કરે છે. યુવરાજે સલાહ આપી હતી કે યુવાનોએ એક્સર્સાઇઝ અચૂક કરવી જોઈએ.

ડાયટ પ્લાન:

  • બ્રેકફાસ્ટઃ 8 એગ્સ, 2 ગ્લાસ દૂધ
  • સ્નેક્સઃ 1 સફરજન અથવા 2 કેળા, ડ્રાય ફ્રૂટ્સ
  • લંચઃ 200 ગ્રામ ચિકન, ભાત, રોટલી (ઘઉં, મકાઇ, જુવાર તથા બાજરી), સલાહ, દહીં
  • સાંજનો નાસ્તોઃ કોઈ પણ સિઝનલ ફ્રૂટ્સ, સિંગદાણા
  • ડિનરઃ 200 ગ્રામ ચિકન, રોટલી (ઘઉં, મકાઈ, જુવાર તથા બાજરી), સલાડ, દહીં.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page