Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalરિટાર્યમેન્ટ પર ટીચરની અનોખી વિદાય, વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ આપી અનોખી ગિફ્ટ

રિટાર્યમેન્ટ પર ટીચરની અનોખી વિદાય, વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ આપી અનોખી ગિફ્ટ

ગુરૂને ભગવાનના રૂપમાં પૂજવામાં આવે છે. પરંતુ બદલાતા સમય અને ટેક્નોલોજીની સાથે હવે ગુરૂ-શિષ્યના સંબંધો પણ બદલાતા જોવા મળી રહ્યા છે. હવે આમાં પહેલા જેવી વાત રહી નથી, પરંતુ હજુ પણ ઘણાં લોકો છે જે ટીચરને ભગવાનના રૂપમાં જોવે છે અને સન્માન આપે છે. હાલમાં જ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં લોકોએ આવું જ કંઈક કરી બતાવ્યું છે.

જેની ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે. અહીં વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ સાથે મળીને એક ટીચરને રિટાયરમેન્ટ બાદ શાનદાર વિદાય આપી હતી. તો આવો અમે તમને જણાવીએ કે ગામના લોકોએ કેવી વિદાય આપી તેના વિશે. ટીચરની શાનદાર વિદાય સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી.

સુત્રો પ્રમાણે, આ ઘટના ભીલવાડા જિલ્લાના શાહપુરામાં આવેલા અરવડ ગામની છે. અહીં 31 ડિસેમ્બરે સરકારી સ્કૂલમાં ફરજ બજાવી રહેલા ટીચર ભંવરલાલ શર્મા રિટાર્યમેન્ટ થયા હતાં. આ દરમિયાન સ્કુલમાં એક પોગ્રામ રાખવામાં આવ્યો હતો. સ્કુલમાં યોજાયેલા પોગ્રામ બાદ ટીચર માટે વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ એક મોટી સરપ્રાઈઝ આપી હતી.

તેમણે અધ્યાપક ભંવરલાલને પહેલા હાથી પર બેસાડ્યા હતાં ત્યાર બાદ આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન ગામના તમામ લોકો હાજર રહ્યા હતાં. આ વરઘોડા બાદ ટીચરના સન્માનમાં સાંજે ગામમાં કવિ સન્મેલન યોજવામાં આવ્યું હતું. ગામના લોકોનું આટલું બધું સન્માન રાખીને ભંવરલાલ પણ ભાવુક થઈ ગયા હતાં. આ ખાસ વિદાયની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ભંવરલાલ છેલ્લા 20 વર્ષની આ સ્કૂલમાં પોતાની સેવા નિભાવી રહ્યા હતાં.

ભંવરલાલે પણ આ સન્માન બાદ ગામના લોકોને એક ગિફ્ટ આપી. તેમને આ સ્કુલમાં બાળકોને સારુ કોમ્પ્યુટર શિક્ષા આપવા માટે પોતાના ખિસ્સામાંથી બે લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યાર બાદ ગામના લોકોએ તેમનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just explore, savor the thrill! ? ? will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this gambling website and managed a substantial cash, but eventually, my mom fell ill, and I required to cash out some earnings from my casino account. Unfortunately, I encountered issues and could not complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I plead for your help in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others won’t have to undergo the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page