મોતની ચિંચયારીઓથી ગૂંજી ઉઠ્યો હાઈવે, લોહીના ખાબોચિયા ભરાયા, પતરા કાપી કાપીને લાશો કઢાઈ

ઈટાવા-મૈનપુરી રોડ પર થયેલ ઘટના બહુ જ ખૌફનાખ હતો. જે પણ વ્યક્તિએ આ ઘટના જોઈ તે જોઈને ચોંકી ગયો હતો. નજરે જોનારાઓએ જણાવ્યું કે, બન્ને વાહનોના અકસ્માત થઈ તો કારનું એન્જીન ઉછળીને દૂર પડ્યું હતું અને કારના ટાયર ઉછળતાં જોવા મળ્યા હતાં. ટક્કર દરમિયાન અમુક લોકોએ દમ તોડી નાખ્યો હતો.

મૃતદેહો રસ્તા પર વેરવિખેર પડ્યા હતાં. લોહીની નદીઓ વહી રહી હતી. ઈજાગ્રસ્તો તડપી રહ્યા હતાં. તેમનો સામાન પણ વેર-વિખેર પડ્યો હતો. જે લોકો આ જગ્યાએ પસાર થઈ રહ્યાં એ જોઈને ચોંકી ગયા હતાં જેને કારણે અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાધિકા સ્ટૂડિયોની ટીમ મૈનપુરીમાં સગાઈ સમારોહમાં તસવીરો અને વીડિયો માટે જઈ રહ્યા હતાં.

અ તમામ લોકો લગભગ 11.30 વાગે જસવંત નગરથી નિકળ્યા હતાં. ઈટાવા-મૈનપુરી રોડ પર ઝડપી જઈ રહેલ કારનું ટાયર અચાનક ફાટી ગયું હતું. કાર ડિવાઈડર ક્રોસ કરીને સામેની લેનમાં જતી રહી હતી જ્યાં સામેથી આવી રહેલા મીનિ ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી.

મીનિટ ટ્રક પણ ફૂલ સ્પિડમાં આવી રહી હતી. કારનું એન્જીન ઉછળીને દૂર ખેતરમાં પડ્યું હતું અને ટાયર હવામાં ફંગોળાયા હતાં. લોકોએ જણાવ્યું હતું કે, એન્જીન નિકળતાની સાથે જ કાર મીનિ ટ્રકમાં ઘુસી ગઈ હતી અને તેમાં સવાર લોકો અને સામાન વેર-વિખેર થઈ ગયો હતો. ઘટના બહુ જ ખતરનાખ હતી. ઘટનાસ્થળે હાજર લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતાં જેમાં અમુક લોકો આ અકસ્માત જોઈને હેબતાઈ ગયા હતાં. લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી આપ્યા હતાં.

સૈફઈ વિસ્તારમાં થયેલ ઘટનામાં 6 ફોટોગ્રાફરનું એકસાથે મોતના સમાચાર મળતાં જ જસવંતનગર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ચોંકાવનારી ઘટનાની સૂચના મળતાં જ બજારો બંધ થઈ ગયા હતાં. જે પણ વ્યક્તિને સમાચાર મળ્યાં એ લોકો મૃતકોના ઘરે દોડી ગયા હતાં. ઘણાં લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પરિવારજનોને જેવી જ અકસ્માતની માહિતી મળતાં તેઓ તાત્કાલિક સૈફઈ હોસ્પિટલ દોડી ગયા હતાં.

રાઘિકા ફોટો સ્ટુડિયો વિસ્તારમાં ફોટોગ્રાફી અને શૂટિંગ માટે બહુ જ પ્રખ્યાત છે. સ્ટુડિયોને મૈનપુરીના શગુન સ્ટુડિયોમાં ધિરોર અને મૈનપુરીના બે પરિવારમાં સગાઈ સમારોહ માટે બુક કરાવવામાં આવ્યા હતાં. અર્ટિંગા કારમાં ચાલક સહિત 10 લોકો સવાર હતાં. 11.30 વાગે આ ટીમ અને બીજી કારમાં સ્ટુડિયોના માલિક ગોપાલ શિવહરે, તેની પત્ની અને પુત્રી મૈનપુરી માટે રવાના થયા હતાં.

માલિકની ટિયાગો ગાડી આગળ નીકળી ગઈ હતી જ્યારે અર્ટિંગા કાર પાછળ રહી ગઈ હતી. 11.55 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. ઘટના દરમિયાન સ્ટુડિયોના માલિકની ગાડી લગભગ 8-10 કિલોમીટર આગળ નીકળી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આગળ ગયેલી કાર પરત આવી હતી અને અકસ્માત જોઈને બધાં હક્કાબક્કા થઈ ગયા હતાં. આ અકસ્માતની ઘટના જોઈને તેમને બેભાન થઈ ગયા હતા જેના કારણે સૈફઈ ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

નજરે જોનાર ચંદ્રશેખર યાદવે જણાવ્યું કે, વેર-વિખેર પડેલ કેમેરા અને સામાન પોલીસ પોતાના કબ્જામાં રાખ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણીઓ શોક વ્યક્ત કર્યો છે. ઘટનાસ્થળે લોકોના ટોળાં વળ્યા હતાં.

ઘટના સમયે અર્ટિંગા કારમાં દસ લોકો સવાર હતાં જ્યારે કાર સેવન સીટર છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે, કારની ક્ષમતા કરતાં વધારે વજન હતો અને આગળ ત્રણ લોકો સવાર હોવાને કારણે કાર ચાલકને ડ્રાઈવિંગ કરવામાં તકલીફ પડતી હતી. કારની ગતિ પણ ફાસ્ટ હતાં. આ કારણે ટાયર ફાટ્યા બાદ ચાલકે સ્ટેયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ઉલ્ટી દિશામાં જતી રહી હતી.

મીનિ ટ્રક અને કારની ટક્કર બાદ ઈટાવા-મૈનપુરી રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. કારમાંથી મૃતકો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા બાદ પોલીસે ક્રેન બોલાવીને બન્ને વાહનોને રોડ પરથી સાઈડમાં કરાવ્યા હતાં ત્યાર બાદ ટ્રાફિક હળવો થયો હતો. દૂર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિશાલ રાઠોર અને રમનની હાલત બહુ ગંભીર છે. ડોક્ટરે જણાવ્યું કે, વિશાલ અને રમનને માથાના ભાગે ઘણી ઈજાઓ થઈ છે. બન્ને છાતીના ભાગે પણ ઈજા થઈ છે. વિશાલ અને રમનને ઈજા વધારે થતાં લોહી પણ વધારે વહી ગયું છે જેના કારણે બન્નેની હાલત ગંભીર છે. ડોક્ટર બન્નેને હાલ આઈસીયુમાં દાખલ કર્યાં છે અને સારવાર ચાલી રહી છે.

સુરક્ષાને જોતાં કારોમાં સીટ બેલ્ટ અને એર બેગ આપવામાં આવે છે. જેનાથી ક્યારેય દૂર્ઘટના થાય છે તો ઘટનામાં ઓછામાં ઓછું નુકશાન થાય છે. બુધવારે થયેલ આ ઘટનામાં કારની એરબેગ ખુલી જ નહીં. જો કારની એર બેગ ખુલી ગઈ હોત તો ઘટનામાં નુકશાન ઓછું થયું હોત.

Similar Posts