Friday, April 12, 2024
Google search engine
HomeNationalમફતમાં કોન્ડોમવાળી વાત કહીને ચર્ચામાં આવી આ IAS અધિકારી

મફતમાં કોન્ડોમવાળી વાત કહીને ચર્ચામાં આવી આ IAS અધિકારી

બિહાર કેડરની આઈએએસ અધિકારી હરજોત કૌર ચર્ચામાં છે. જેનું કારણ છે સેનેટરી પેડ બાબતે એક વિદ્યાર્થીનીના સવાલ પર તેના દ્વારા આપવામાં આવેલ જવાબ. આઈએએસના જવાબનો વીડિયો વાયરલ થતાં જ તે લોકોના નિશાને આવી ગઈ છે. IAS Officer Harjot Kaur આ અંગે જણાવતાં પહેલાં એક નજર કરીએ તેમના નિવેદન પર, જેના કારણે તે ચર્ચામાં છવાયાં.

સરકાર સેનેટરી પેડ ન આપી શકે?
બિહારની રાજધાની પટનામાં બુધવારે મહિલા અને બાળ વિકાસ નિયમ દ્વારા યૂનિસેફ સેવ ધ ચિલ્ડ્રન અને પ્લાન ઈન્ટરનેશનલ અંતર્ગત ‘સશક્ત બેટી સમૃદ્ધ બિહાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 9 મા અને 10 મા ધોરણની વિદ્યાર્થીનીઓ પણ હતી. આ દરમિયાન વિકાસ નિગમનાં એમડી હરજોત કૌરને એક વિદ્યાર્થીએ સવાલ કર્યો, “સરકાર યૂનિફોર્મ આપી રહી છે, શિષ્યવૃત્તિ આપી રહી છે તો શું 20-30 રૂપિયાનાં સેનિટરી પેડ ન આપી શકે?”

કૉન્ડોમ પણ મફતમાં આપવા પડશે
જેના જવાબમાં હરજોત કૌરે કહ્યું, “આ સવાલ પર બહુ તાલીઓ થઈ રહી છે. શું આ માંગણીઓનો કોઈ અંત છે? 20-30 રૂપિયાનાં સેનિટરી પેડ પણ આપી શકાય છે, કાલે જીન્સ પેન્ટ પણ આપી શકાય છે, પરમદિવસે સુંદર જૂતાં કેમ ન આપી શકાય અને અંતમાં પરિવાર નિયોજનની વાત આવશે તો કૉન્ડોમ પણ મફતમાં આપવા પડશે. સાચી વાત છે કે, બધુ જ મફતમાં લેવાની આદત કેમ છે?”

આ વિચારસરણી ખોટી છે- હરજોત કૌર
આટલેથી નથી અટક્યાં હરજોત કૌર. વધુમાં તેઓ કહે છે “સરકાર પાસેથી લેવાની શું જરૂર છે. તમારી જાતને એટાલા સંપન્ન કરો કે સરકાર પાસેથી કઈં લેવાની જરૂર જ ન પડે. આ વિચારસરણી જ ખોટી છે. સરકાર ઘણું આપી રહી છે.” આ જવાબની સાથે જ કૌર ચર્ચામાં છવાયાં છે. તો હરજોત કૌરનું કહેવું છે કે, “મહિલા અધિકારો અને સશક્તિકરણના સંબંધમાં મારા પ્રયત્નો કોઈનાથી છૂપા નથી. કેટલાંક શરારતી તત્વો જેમના પર આ પહેલાં કાર્યવાહી કરવામાં આવી છે, તેમના દ્વારા એક કાવતરા અંતર્ગત મારી પ્રતિષ્ઠાએ નુકસાન પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે મારા તરફથી નોટિસ મોકલવામાં આવી છે.”

આઈએએસ અધિકારી હરજોત હઓર
હરજોત કૌર 1992 ની બેચની બિહાર જેડરની આઈએએસ અધિકારી છે. અત્યારે તેઓ મહિલા વિકાસ નિગમનાં મેનેજિંગ ડિરેક્ટર છે. કૌર વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગનાં સચિવ પણ રહી ચૂક્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page