Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપટનામાં એન્જિનિયરના ઘરે વિજિલન્સની ટીમના દરોડા, રૂપિયાના ઢગલાંમાં બેઠેલા અધિકારીની ધરપકડ

પટનામાં એન્જિનિયરના ઘરે વિજિલન્સની ટીમના દરોડા, રૂપિયાના ઢગલાંમાં બેઠેલા અધિકારીની ધરપકડ

બિહારની રાજધાની પટનામાં વિજિલન્સની ટીમે માર્ગ નિર્માણ વિભાગના કાર્યપાલક અભિયંતા સુરેશ પ્રસાદ યાદવની 14 લાખ રૂપિયા લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા છે. લાંચની રકમ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર અખિલેશ કુમાર જયસ્વાલ પાસેથી લેવામાં આવી હતી. ત્યારબાદ તરત જ વિજિલિન્સ ટીમે પટેલ નગર સ્થિતિ એક્ઝિક્યુટીવ એન્જિનિયર સુરેશ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા હતા ત્યાંથી દોઢ કરોડ રૂપિયા મળી આવ્યા હતાં.

વિજિલન્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રોડ બનાવવા માટે માર્ગ નિર્માણ વિભાગમાંથી ટેન્ડર નિકળ્યું હતું. ટેન્ડર લેવા માટે કોન્ટ્રાક્ટરે અખિલેશ કુમાર જયસ્વાલની કંપનીએ પણ અરજી કરી હતી. ટેન્ડર આપવા માટે એન્જિનિયર સુરેશ પ્રસાદ યાદવે અખિલેશે 32 લાખ રૂપિયા માગ્યા હતા. પરંતુ ડીલ 28 લાખમાં નક્કી થઈ. જેમાં શરૂઆતમાં 14 લાખ રૂપિયાની રકમ સ્વીકારવામાં આવી રહી હતી એ દરમિયાન જ વિજિલન્સ ટીમે તે અધિકારીને ઝડપી પાડ્યો હતો.

પટેલ નગર વિસ્તારમાં નિર્માણ વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર સુરેશ યાદવનું ઘર આવેલું છે. વિજિલન્સ ટીમે તેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમ એન્જિનિયરને પણ સાથે લઈ ગઈ હતી. એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સાથે કેશિયરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ લાંચખોર એન્જિનિયરના ઘરમાંથી અંદાજે બે કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે તો દાગીના અને જમીનના કાગળો પણ મળી આવ્યા છે જોકે હાલ એન્જિનિયર પોલીસ કસ્ટડીમાં છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page