Monday, April 15, 2024
Google search engine
HomeFeature RightDSP પત્નીએ આ રીતે પૂરું કર્યું પતિનું સપનું, દિલ્હી સહિતના રાજ્યોમાં મચી...

DSP પત્નીએ આ રીતે પૂરું કર્યું પતિનું સપનું, દિલ્હી સહિતના રાજ્યોમાં મચી ગયો ખળભળાટ

ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં કહલગાંવની મહિલા ડીએસપી રેશૂ કૃષ્ણાની પતિ સાથે આઈપીએસ યુનિફોર્મમાં તસવીર વાઈરલ થવાથી ખળભળાટ મચ્યો હતો. એવું કહેવાય છે કે, રેશૂ કૃષ્ણાના પતિ કોઈજ કામ કરતા નથી. પરંતુ રેશૂએ પતિ સાથેની જે તસવીર શેર કરી તેમા તેમના પતિ આઈપીએસ યુનિફોર્મમાં જોવા મળ્યા.

આઈએએસ અને આઈપીએસ બનવાનું સ્વપ્ન દરવર્ષે લાખો લોકો જોતા હોય છે. માત્ર 250-300 લોકોનું સ્વપ્ન પૂર્ણ થાય છે. જ્યારે અન્ય લોકો કોઈને કોઈ ક્ષેત્રે પોતાનું સ્થાન બનાવી લે છે. રેશૂ કૃષ્ણાએ પતિને આઈપીએસની યુનિફોર્મ પહેરાવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ વાત અમુક લોકોને ના ગમતા તેમણે વડાપ્રધાન કાર્યલયને ફરિયાદ કરી હતી. જે પછી પટણાથી ભાગલપુર સુધી હડકંપ મચી ગયો હતો.

2013ની 53 અને 54 મી બીપીએસસી પરીક્ષામાં મહિલાઓમાં રેશૂ કૃષ્ણા બિહાર ટોપર રહી બતી. તે પટણાના કંકડબાગની રહેવાસી છે. રેશૂએ જણાવ્યું હતું કે, તેના પાડોશમાં આઈપીએસ અધિકારી સુનીલ કુમાર રહેતા હતા જેમને બાળપણમાં જોઈ આઈપીએસ બનવા તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. યુપીએસસીની પરીક્ષા વચ્ચે તેને બીપીએસસીમાં સફળતા મળી હતી.

પીએમઓને લોકોએ કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, રેષૂ તમામ લોકોને જણાવે છે કે તેના પતિ આઈપીએસ છે અને પીએમઓમાં તૈનાત છે. આ વાતની પૃષ્ટિ કરવા માટે તેમણે ફરિયાદ કરી છે. પીએમઓને ફરિયાદ મળ્યા બાદ તપાસ બાદ બિહાર પોલીસ હેડક્વાર્ટરથી આ મામલે જવાબ માગવામા આવ્યો હતો.

ત્યારથી સોશિયલ મીડિયાની શૌખીન રેશૂ તમામ ઓનલાઈન પ્લેટફોર્મથી દૂર છે. જોકે ત્યાંસુધીમાં તેની પતિ સાથેની તસવીર વાઈરલ થઈ ચૂકી હતી. સ્વામી વિવેકાનંદ અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને પોતાના આદર્શ ગણાવતી રેશૂ પતિને આઈપીએસનું યુનિફોર્મ પહેરાવતા સમયે એ ભૂલી ગઈ કે તે ગેરકાયદે કામ કરી રહી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? Embark into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page