Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightભગવાન સપનામાં આવતાં લીધી પ્રતિજ્ઞા, 40 વર્ષથી નથી કાપ્યા વાળ કે...

ભગવાન સપનામાં આવતાં લીધી પ્રતિજ્ઞા, 40 વર્ષથી નથી કાપ્યા વાળ કે નથી ધોયા

પટણા : દુનિયામાં લોકોને ચિત્ર-વિચિત્ર શોખ હોય છે. બિહારના એક વૃદ્ધને વાળ વધારવાનો શોખ છે. એટલું જ નહીં આ વૃદ્ધે છેલ્લાં 40 વર્ષથી પોતાના વાળ ધોયા નથી. તેઓ આને ભગવાનના આશીર્વાદ માને છે.

બિહારના મુંગેર જિલ્લાના ઢંગડા ગામના રહેવાશી 63 વર્ષીય સકલ દેવ ટુડ્ડુએ છેલ્લાં 40 વર્ષથી વાળ કપાવ્યા નથી. આજે વાળ વધીને તેમની ઉંચાઈ કરતાં પણ વધીને 6 ફૂટ લાંબા થઈ ગયા છે. એટલું જ નહીં સકલ દેવ 40 વર્ષથી સ્નાન કરે છે પણ પોતાના વાળ ધોતા નથી. તેઓ વાળને કપડાંથી બાંધીની રાખે છે.

સકલ દેવના મતે ભગવાન તેમના સપનામાં આવ્યા હતા અને વાળ નહીં કપાવવાની આજ્ઞા આપી હતી. સકલ દેવે વાળ વધારવાની સાથે દારૂના સેવન અને ધુમ્રપાનની આદત પણ છોડી દીધી હતી. લાંબા ગુચ્છાદાર વાળને કારણે સકલ દેવ આજુબાજુના વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગયા છે. લોકો તને ‘મહાત્મા જી’ કે ‘શિવ’ નામથી બોલાવવા લાગ્યા છે.

સકલ દેવ 32 વર્ષ સુધી વન વિભાગમાં કામ કરી ચૂક્યા છે. તેમના પરિવારમાં પત્ની રૂપિયા દેવી તેમજ ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ ઉપરાંત સાત પૌત્ર-પૌત્રી છે. તેમના કહેવા મુજબ તેમના લાંબા વાળથી તેમની પત્નીને કોઈ સમસ્યા નથી. સકલ દેવને લોકો ભગવાનનું રૂપ પણ માનવા લાગ્યા છે. સકલ દેવ ઘરે આયુર્વેદની અમુક દવાઓ બનાવે છે. સંતાન પ્રાપ્તિ માટે આજુ-બાજુના લોકો આ દવા લઈ જાય છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page