Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalલગ્નના 7 વર્ષ બાદ પત્ની બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક અવસ્થામાં પકડાઈ, પતિએ ન...

લગ્નના 7 વર્ષ બાદ પત્ની બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક અવસ્થામાં પકડાઈ, પતિએ ન કરવાનું કર્યું

એક ખૂબ જ શોકિંગ અને કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. પત્નીના લફરાથી ત્રસ્ત એક પતિએ લોહીના આંસુઓએ સુસાઈટ નોટ લખી જીવન ટૂંકાવી લીધું હતું. લગ્નના 7 વર્ષ બાદ પત્ની સહાધ્યાયી સાથે ભાગી જતાં પતિએ આત્મહત્યા કરી હતી. સુસાઈટ નોટમાં પતિએ લખ્યું કે જ્યારે તે તેની પત્નીને ઘરેથી પરત લાવવા ગયો તો તેણે પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે વાંધાજનક સ્થિતિમાં કામક્રીડા કરતી જોઈ. આ જોયા પછી જીવવાનો કોઈ અર્થ નહોતો. યુવાન એટલો દુઃખી થયો કે તેણે ઘરે આવીને ફાંસી લગાવી દીધી. દંપતીના બે માસુમ બાળકો અનાથ બની ગયા છે.

સંબંધોને હચમચાવી દેતો આ કિસ્સો બિહારના નાલંદામાં બન્યો હતો. અહીંની ટીચર્સ કોલોનીમાં રાત્રે ચંદ્રદેવ કુમાર નામના યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં તેણે તેની પત્નીની બેવફાઈની તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. યુવાન બટાકા અને ડુંગળીનો વેપાર કરતો હતો. વર્ષ 2015માં તેના નાલંદા જિલ્લાના પડધરી ગામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી દંપતીને 2 બાળકો હતા. 6 વર્ષની પુત્રી અને 4 વર્ષનો પુત્ર છે.

યુવકે સ્યુસાઇડ નોટ લખ્યું છે કે તેની પત્નીના તેના ક્લાસમેટ અને અન્ય યુવક સાથે ગેરકાયદેસર સંબંધ છે. તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ કોઈ ફાયદો ન થયો. તે તેના પ્રેમી સાથે રહેવા માંગતી હતી. એટલા માટે તે પોતાનો જીવ આપી રહ્યો છે. પત્ની 8 મેથી ઘરેથી ગુમ હતી અને ગયામાં રહે છે. જ્યારે તે તેની પત્નીને લેવા ગયો ત્યારે તેણે તેણીને તેના બોયફ્રેન્ડ સાથે શંકાસ્પદ હાલતમાં સૂતી જોઈ હતી. આ પહેલા પણ બોયફ્રેન્ડ ઘણી વખત ઘરમાંથી પકડાયો હતો. તેના ના પાડવા છતાં તેની ગેરહાજરીમાં બંને છૂપી રીતે મળતા હતા. ચંદ્રદેવના પરિવારજનો તેમના પુત્રની ખોટ પર આંસુ વહાવી રહ્યા છે.

મૃતકના ભાઈએ જણાવ્યું કે પોલીસને તેના ભાઈ પાસેથી સુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે પત્ની પર બીજા સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધના કારણે હંમેશા ઝઘડો થતો હતો. આ વિવાદ અને હેરાનગતિથી કંટાળીને તેણે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે એસએચઓ સુબોધ કુમારે જણાવ્યું કે યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. પરિવારજનો પત્ની પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી રહ્યા છે. યુવકની નજીકથી મળેલી સુસાઈડ નોટમાં પણ તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. લેખિત અરજી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page