Friday, April 19, 2024
Google search engine
HomeNationalઘરની બહાર એકલી નીકળતી મહિલાઓ અને યુવતીઓ આ સીરિયલ કિસરથી ચેતી જજો

ઘરની બહાર એકલી નીકળતી મહિલાઓ અને યુવતીઓ આ સીરિયલ કિસરથી ચેતી જજો

આ સીરિયલ કિસર એક યુવક છે જે અજાણી મહિલાઓ અને યુવતીઓને કિસ કરે છે અને ભાગી જાય છે. જમુઈમાંથી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં હોસ્પિટલ બહાર એક મહિલા મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન યુવક પાછળથી આવે છે અને મહિલાને બળપૂર્વક કિસ કરવા લાગે છે. જ્યાં સુધી મહિલા કંઈક સમજે નહીં ત્યાં સુધી યુવક મહિલાને બળજબરીથી કિસ કરીને ભાગી ગયો હતો.

યુવકની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાને કિસ કરીને યુવક ત્યાંથી ફરાર થઈ ગયો જેનો, વીડિયો સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા હતા. જેણે પણ આ વિડીયો જોયો તેણે હોસ્પિટલમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.

આટલું જ નહીં ઘટનાના 72 કલાકથી વધુ સમય વીતી જવા છતાં ન તો હોસ્પિટલ મેનેજમેન્ટ અને ન તો જમુઈ પોલીસ તે બદમાશ સામે કોઈ કાર્યવાહી કરી શકી છે. આ મામલો 10 માર્ચનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારી હોસ્પિટલ પરિસરમાં એક મહિલા આરોગ્યકર્મી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી.

આ દરમિયાન હોસ્પિટલની દીવાલ કૂદીને એક વ્યક્તિ અંદર આવ્યો હતો અને મહિલા આરોગ્ય કર્મચારી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. આ કૃત્ય જોઈને મહિલા આરોગ્ય કર્મચારી ચોંકી ઉઠી હતી.સમગ્ર મામલે પીડિતાએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માંગણી કરી છે.

આ અંગે જમુઈ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે, પરંતુ યુવક હજુ પોલીસની પકડમાંથી બહાર છે. આ બાબત અંગે જમુઈના સદર ડીએસપી ડો. રાકેશ કુમારે જણાવ્યું કે, આ મામલો ધ્યાન પર આવ્યો છે અને પોલીસ તેની ધરપકડ કરવા માટે સંપૂર્ણ સક્રિય છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આરોપી અમારી પકડમાં આવી જશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page