Thursday, April 18, 2024
Google search engine
HomeNationalપતિને સાજો કરવા મથતી આ મહિલા પર જે વિત્યું એ સાંભળી તમને...

પતિને સાજો કરવા મથતી આ મહિલા પર જે વિત્યું એ સાંભળી તમને પણ ગુસ્સા સાથે રડવું આવી જશે

પટનાઃ કોરોનાએ માણસોને માત્ર શારીરિક, આર્થિક કે માનસિક રીતે જ નથી ભાંગી નાખ્યા પરંતુ કોરોનાને કારણે માણસાઈને ભૂલાવી દેતી અનેક ઘટનાઓ બની છે. આવી જ કંઈક ઘટના બિહારના રૂચી તથા રોશનની છે.

રૂચિ 26 દિવસ સુધી પોતાના પતિ રોશન માટે હોસ્પિટલના ગેરવહીવટ સામે લડી હતી. જોકે, તેમ છતાંય તે પોતાના પતિનો જીવ બચાવી શકી નહીં. આ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે તેની છેડતી પણ કરી હતી. પૈસા આપીને જે શોષણ કરવામાં આવ્યું તેની તો વાત પણ થઈ શકે તેમ નથી. આ બધી વાતોને યાદ કરતી વખતે રૂચી રડી પડે છે. રૂચિએ જે દુઃખ સહન કર્યું છે, ભગવાન આવું કોઈની સાથે ના કરે. તેણે પોતાના પતિની આંખમાં ઓક્સિજન પૂરો થઈ જવાનો ડર જોયો છે.

બિહારની રાજધાની પટનાની ખાનગી હોસ્પિટલે પોતાના ત્યાં દાખલ દર્દીઓને બ્લેકમાં ઓક્સિજન વેચ્યો હતો. રૂચિએ પતિનો જીવ બચાવવા માટે ઓક્સિજન ખરીદ્યો પણ હતો. જોકે, તે પતિને જીવતદાન આપી શકી નહીં.

રૂચીએ ડોક્ટર્સ તથા નર્સની બેદરકારી અંગે કહ્યું હતું કે તેને હજી પણ લાગે છે કે કોરોનાથી તો તમે એકવાર બચી પણ જશો, પરંતુ હોસ્પિટલની બેદરકારીને કારણે જીવ જાય તે નક્કી છે. 26 દિવસ સુધી રૂચી પોતાના પતિ સાથે પડછાયાની જેમ રહી હતી. રૂચી પોતાના પતિ સાથે હોળીમાં પરિવારને મળવા માટે ભાગલપુર ગઈ હતી.

9 એપ્રિલના રોજ પતિ રોશનને શરદી તથા તાવ આવ્યો હતો. સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રૂચી દેખરેખ માટે ત્યાં કોઈને કોઈ રીતે હાજર રહેતી હતી. આ દરમિયાન હોસ્પિટલના એક કર્મચારી જ્યોતિ કુમારે તેની છેડતી કરી હતી. આ ઘટના પતિએ હોસ્પિટલના બિછાને પોતાની સગી આંખે જોઈ હતી, પરંતુ લાચાર પતિ કંઈ જ ના કરી શક્યો.

ડોક્ટર્સ યોગ્ય રીતે કાળજી નહોતા લેતા અને આ જ કારણે પતિને બીજી હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. જોકે, આ હોસ્પિટલ તો પેલી હોસ્પિટલ કરતાં ક્યાંય ખરાબ હતી. આઈસીયુમાં એક પછી એક દર્દીઓ મરતા હતા. દર્દી કે તેમના સગાઓનું કોઈ સાંભળતું નહોતું. રૂચીએ કહ્યું હતું કે એક વ્યક્તિ ડોક્ટરની બૂમો પાડતો પાડતો પલંગ પરથી નીચે પડી ગયો હતો અને તેનું માથું ફાટી ગયું હતું. ચારે બાજુ લોહી જ લોહી હતું. તેમ છતાંય ડોક્ટરને કંઈ જ ફેર ના પડ્યો. દર્દીઓની ફરિયાદ છે કે ડોક્ટર્સ તથા નર્સ રૂમમાં લાઈટ બંધ કરીને મોબાઈલ પર ફિલ્મ જોતા હતા અને કોઈ દર્દીઓની કાળજી લેતું નહોતું.

રૂચીની મોટી બહેન ઋચાએ આક્ષેપ મૂક્યો હતો કે હોસ્પિટલમાં ડોક્ટર તથા સ્ટાફ ખરાબ નજરથી જોતો હતો. આટલું જ નહીં વારંવાર શરીરને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. જ્યારે તેના જીજાજી રોશનની તબિયત હોસ્પિટલમાં વધુ ખરાબ થઈ તો તેમને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, એર એમ્બ્યુલન્સ સમયસર ના આવતા પટનાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

 આટલું જ નહીં ખાનગી હોસ્પિટલને બેફામ રીતે દર્દીઓના સગાઓ પાસેથી પૈસા લીધા હતા. ઓક્સિજનની અછત બતાવીને સગાઓ પાસેથી સિલિન્ડર બ્લેકમાં 50-50 હજારમાં વેચ્યું હતું. રોશન તથા રૂચી નોઈડામાં રહેતા હતા. રોશન સોફ્ટવેર એન્જિનિયર હતો અને મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારની નોકરી કરતો હતો. જોકે, પૈસા હોવા છતાંય રોશનને યોગ્ય રીતે સારવાર મળી શકી નહીં.

રૂચીનો આક્ષેપ છે કે રોશનનું મોત કોરોનાને બદલે હોસ્પિટલની અવ્યવસ્થા તથા ઓક્સિજન પૂરો થઈ જવાના ડરને કારણે થયું છે. રૂચી તથા રોશનના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page