Friday, April 12, 2024
Google search engine
HomeNationalત્રણ મહિના પહેલાં થયા હતા લગ્ન, પતિ-પત્નીએ 5 મિનિટમાં જ કરી લીધી...

ત્રણ મહિના પહેલાં થયા હતા લગ્ન, પતિ-પત્નીએ 5 મિનિટમાં જ કરી લીધી આત્મહત્યા

છત્તીસગઢના બિલાસપુરની એક ચોંકાવનારી ક્રાઈમ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક સીઆઈરપીએફ જવાને પોતાના બંદૂકથી ગોળી મારીને સુસાઈડ કરી લીધું હતું. તે પોતાની પત્નીને ફોન પર વાત કરી રહ્યો હતો. પરંતુ તે સમયે જ તેણે આત્મહત્યા કરી લીધી હતી. ગોળીનો અવાજ સાંભળીને પત્નીએ પણ ઘર પર ફાંસી ખાઈને આપઘાત કરી લીધો હતો. દુખદ વાતએ છે કે, ત્રણ મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતાં અને બન્ને આ રીતે એકસાથે દુનિયાને અલવિદા કહી દીધું.

જોકે, આ ઘટના મહારાષ્ટ્રના ગઢચિરૌલીની છે. જ્યાં ચંદ્રભૂષણ જગત સીઆરપીએફના 113મી બટાલિયનમાં ફરજ બજાવતાં હતાં. ગુરૂવારે તેઓ ડ્યુટી પર પહોંચ્યા હતાં જ્યાંથી તેમણે પત્નીને ફોન કર્યો હતો અને વાત કરતાં હતાં. પરંતુ બન્નેની વચ્ચે એવી કંઈ વાત થઈ કે ચાલુ ફોને જવાને ગોળીને મારીને આત્મહત્યા કરી લીધી. ગોળીને અવાજ સાંભળીને બિલાસપુરમાં કુકુર્દીકેરામાં રહેતી પત્નીએ પણ ફાંસો ખાઈ લીધો હતો.

તમને જણાવી દઈએ કે, ચંદ્રભૂષણ અને યામિનીના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતાં. લગ્ન બાદ થોડા દિવસો બન્ને સાથે રહ્યા હતાં પછી ચંદ્રભૂષણ પોતાની ડ્યુટી પર ગઢચિરૌલી જતાં રહ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, જવાન પોતાના રાજ્યમાં બદલી કરાવવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ આ પહેલા બન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ દંપત્તિના પરિવારજનો ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યાં છે.

પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, પતિ-પત્નીએ સુસાઈડ કેમ કરી એ વાતની હજુ ખબર પડી નથી. પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બન્ને કોલ ડિટેલ્સ પણ કાઢવામાં આવી છે. જોકે હાલ તપાસ ચાલુ છે. બન્નેના મોત વચ્ચે 5 મીનિટનું અંતર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બન્નેએ આ ખૌફનાખ ઘટના ત્યારે બની જ્યારે ઘરમાં કોઈ નહોતું. પત્ની યામિની તે દરમિયાન ઘરમાં એકલી હતી. જવાનના માતા-પિતા ખેતરમાં ગયા હતાં જ્યારે તેનો ભાઈ પ્રવિણ નાની બહેનને સ્કૂલમાં મુકવા માટે ગયો હતો. ભાઈ સ્કૂલમાંથી પરત આવ્યો તો યામિનીનો મૃતદેહ લટકી રહ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાના ભાઈ અને જવાન ચંદ્રભૂષણને કોલ કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. કારણ કે પહેલેથી જ ચંદ્રભૂષણે તો સુસાઈડ કરી લીધું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page