આ એક્ટ્રેસના પહેલાં લગ્ન ટક્યા હતા માત્ર 13 વર્ષ, ભાજપની ટિકિટ પર લડી હતી ચૂંટણી

Bollywood Feature Right

કોલકાતાઃ શ્રાબંતી ચેટર્જી પશ્ચિમ બંગાળમાં મોટું નામ છે. 2021 વિધાનસભા ચૂંટણીમાં તે ભાજપની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી, જોકે તેને જીત મળી નહોતી. રાજકરણમાં આવતા પહેલા શ્રાબંતી ફિલ્મ્સમાં કામ કરતી હતી. 13 ઓગસ્ટ 1987 ના રોજ જન્મેલી શ્રાબંતી ચેટર્જીએ એક્ટિંગ કરિયરની શરૂઆત 10 વર્ષની વયે જ કરી હતી.

તેણે ‘માયાર બાઘોન’ફિલ્મ બાધોન’ ફિલ્મથી શ્રાબંતીએ બાળ કળાકાર તરીકે એક્ટિંગ કરિયરનો પ્રારંભ કર્યો હતો. શ્રાબંતી ચેટર્જીએ 3 વાર લગ્ન કર્યા અને ત્રણેય વખત તેણે છૂટાછેડા લીધા હતા. તેના પ્રથમ લગ્ન તો 16 વર્ષની વયે જ થઈ ગયા હતા.

રાજીવ કુમાર વિશ્વાસ સાથે 2003માં થયેલા લગ્નનો 13 વર્ષ બાદ 2016માં અંત આવ્યો હતો. 2016નાં પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ શ્રાબંતીએ કૃષ્ણન વૃજ સાથે બીજા લગ્ન કર્યા હતા.

બંનેના લગ્ન 3 વર્ષ ટક્યા અને 2019માં તેમણે છૂટાછેડા લીધા હતા. 2019માં શ્રાબંતીએ રોશન સિંહ સાથે લગ્ન કર્યા હતા, જોકે આ લગ્ન તો માંડ એક વર્ષ ટક્યા અને 2020માં શ્રાબંતિએ ફરી છૂટાછેડા લીધા હતા.

33 વર્ષમાં 3 વાર છૂટાછેડા લીધા બાદ શ્રાબંતી હાલ સિંગલ છે. હવે તે રાજકરણમાં સક્રિય છે. રાજકરણમાં આવ્યા બાદ પણ તેણે ફિલ્મ્સ છોડી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *