જ્યોતિરાદિત્ય સિંધિયાની પાસે એટલી બધી સંપત્તિ છે કે ભલભલા બિઝનેસમેન ફિક્કા પડી જાય

National

જ્યોતિરાદિત્ય સિંધિયા હાલનાં સમયમાં ભારતીય મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલાં છે. તેમને લઈને કોંગ્રેસથી લઈને ભાજપમાં દરેક જગ્યાએ અરાજકતા છે. સિંધિયા રાજઘરાનાને લઈને મધ્યપ્રદેશમાં ઘણું સન્માન છે અને આઝાદી બાદથી આ પરિવાર રાષ્ટ્રીય રાજકારણમાં કેન્દ્ર રહ્યું છે. લોકોમાં બહુ જ માન ધરાવનારા આ ઘરાનામાં સંપત્તિને લઈને ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. લગભગ 30 વર્ષ પહેલાં પરિવારમાં સંપત્તિ વિવાદ શરૂ થયો હતો જે લગભગ 40 હજાર કરોડની સંપત્તિ પર છે. વિવાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના ત્રણ ફોઈની વચ્ચે છે.

જોકે, વર્ષ 2017માં જ્યોતિરાદિત્ય સિંધિયાની તરફથી કોર્ટની બહાર મામલો પતાવવા માટે અરજી પણ કરવામાં આવી હતી. ઈન્ડિયા લીગલ વેબસાઈટ પર પ્રકાશિત એક સ્ટોરી મુજબ, જ્યોતિરાદિત્યનાં નિવેદન બાદ કોર્ટે પણ સમજાવવાના પ્રયાસો કર્યા હતાકે, આ વિવાદ સાથે જોડાયેલાં દરેક લોકો એજ્યુકેટેડ છે, તેઓ કોર્ટની બહાર મામલાનું નિવારણ લાવી શકે છે. જજે એવું પણ કહ્યું હતું કે, સિંધિયા ફેમિલી સાથે જોડાયેલી સંપત્તિનો મામલો બોમ્બે, દિલ્હી, પુણા, જબલપુર અને ગ્વાલિયર કોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે, હજી સુધી તેની ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આઝાદી બાદ અઢળક ધન-સંપત્તિ
આઝાદી બાદ સિંધિયા પરિવારની પાસે 100થી વધારે કંપનીઓનાં શેર હતા. તેમાં બોમ્બે ડાઈંગનાં શેરદીઠ 49 શેર પણ સામેલ છે. પરિવારની ફક્ત ગ્વાલિયરમાં જ લગભગ 10 હજાર કરોડની સંપત્તિ છે. જેમાં ઘણા મહેલો જેવાકે, જય વિલાસ, સખ્ય વિલાસ, સુસેરા કોઠી, કુલેઠ કોઠી સામેલ છે. ગ્વાલિયરથી બહાર મધ્યપ્રદેશમાં પરિવારની પાસે લગભગ 3 હજાર કરોડની સંપત્તિ છે. તેમાં શિવપુરીનાં ઘણા મહેલ અને ઉજ્જૈનમાં એક મહેલ સામેલ છે.

દિલ્હીમાં પરિવારની પાસે લગભગ 7 હજાર કરોડની સંપત્તિ છે. તેમાં ગ્વાલિયર હાઉસ, સિંધિયા વિલા અને રાજપુર રોડમાં એક પ્લોટ સામેલ છે. ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં પરિવારની પાસે ઘણી બધી સંપત્તિ છે. શહેરમાં પદ્મ વિલાસ નામનો એક મહેલ છે. ગોવામાં પણ સંપત્તિનો થોડો ભાગ છે. જેમાં મુંબઈમાં પરિવારની પાસે 1200 કરોડની સંપત્તિ છે.

માધવરાવની બહેનો
જ્યોતિરાદિત્ય સિંધિયાનાં પિતા માધવરાવ સિંધિયાને ત્રણ બહેનો છે. ઉષા રાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજે. માનવામાં આવે છેકે, પરિવારની સંપત્તિ પર મુખ્યરૂપે યશોધરા રાજે એ દાવો કર્યો છે. સૌથી મોટી બહેન ઉષા રાજે નેપાળમાં લગ્ન કર્યા બાદ ત્યાંજ વસી ગયા છે. અને ત્યાં તેમની પાસે મોટી સંપત્તિ છે. કંઈક એવું જ વસુંધરા રાજેની સાથે પણ છે. તેમના લગ્ન ધોલપુરનાં રાજઘરાનામાં થયા છે. પરંતુ યશોધરાના લગ્ન લંડન બેસ્ડ એક ડોક્ટરની સાથે થયા છે. જેમની સાથે છૂટેછેડા લીધા બાદ તેઓ મધ્યપ્રદેશ પાછા આવી ગયા છે. વર્તમાનમાં તેઓ શિવપુરીથી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય છે.

વિવાદની વાર્તા
આ વિવાદની વાર્તા સમજવા માટે ગ્વાલિયરનાં રાજઘરાનાના ઈતિહાસને સમજવો જરૂરી છે. મધ્યપ્રદેશનાં રાજકારણમાં ભલે માધવરાવ સિંધિયા અને જ્યોતિરાદિત્ય કોંગ્રેસ સાથે રહ્યા હોય, પરંતુ જીવાજીરાવ સિંધિયા, રાજમાતા વિજ્યારાજે, યશોધરા રાજે સિંધિયા અને રાજસ્થાનમાં વસુંધરા રાજે આ ઘરાનાનાં એવાં નામો છે જે હિંદુ મહાસભા, જનસંઘ અને બીજેપીમાં રહીને કોંગ્રેસ વિરોધી રાજકારણમાં કદાવર ચહેરા માનવામાં આવે છે.

રાજમાતા વિજયરાજેનું રાજકીય જીવન કોંગ્રેસ દ્વારા ભલે શરૂ થયું હોય, પરંતુ પાર્ટી છોડ્યા બાદ તેમણે કોંગ્રેસ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી અને એમપીમાં કોંગ્રેસની સરકારને પછાડવાની હદ સુધી પહોંચી ગયા. જીવાજી રાવ માત્ર 48 વર્ષની વયે અવસાન પામ્યા હતા. રાજમાતાએ એકલા જ હકૂમત, કુટુંબ અને રાજકારણ ત્રણેયને સંભાળ્યા હતા.

હાલમાં ભાઇ ધ્યાનેન્દ્ર સિંહ, ભાભી માયા સિંહ, પુત્રી વસુંધરા રાજે સિંધિયા અને યશોધરા રાજે સિંધિયા ભાજપમાંથી તેમનો વારસો આગળ વધારી રહ્યા છે. જ્યારે જ્યોતિરાદિત્યએ માધવરાવ સિંધિયાનો વારસો આગળ વધાર્યો હતો.

1980માં માતા-પુત્ર વચ્ચે વધ્યો હતો વિવાદ
12 ઓક્ટોબર 1980માં રાજમાતાનાં 60માં જન્મદિવસ પર એક પાર્ટી રાખી હતી, જ્યાં તેમણે માધવરાવને સંપત્તિનો ભાગ પાડવાની વાત કહી હતી. ત્યારબાદથી માતા-પુત્ર વચ્ચેનાં સંબંધો એટલા વધા વણસી ગયા હતા, કે, રાજમાતાની બિમારીના સમયે પણ માધવરાવ મળવા માટે ગયા ન હતા. 25 જાન્યુઆરી 2001માં રાજમાતાનું નિધન થયા બાદ વારસામાં માધવરાવ અને જ્યોતિરાદિત્યને અબજોની સંપત્તિમાંથી બેદખલ કરવાની વાત સામે આવી હતી. વસિયત મુજબ તેમણે પોતાની પુત્રીઓને તમામ જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓ આપી દીધી હતી. અને સંભાજી રાવ આંગરેને વિજ્યારાજે સિંધિયા ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

સંબંધો એટલી હદ સુધી ખરાબ થઈ ગયા હતાકે, જયવિલાસ પેલેસમાં રહેવા માટે તેમણે માધવરાવની પાસે એક વર્ષ રહેવાનું ભાડું પણ માંગી લીધુ હતુ. માધવરાવથી રાજમાતા એટલાં નારાજ હતાકે, 1985માં પોતાના હાથે લખેલી વસિયતમાં તેમણે માધવરાવને અંતિમ સંસ્કારમાં હાજર રહેવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે, રાજમાતાના અંતિમ સંસ્કાર પુત્ર માધવરાવે જ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *