લંડન: લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત સાથે 303 બેઠકો મળી છે. જ્યારે NDAને 351 બેઠકો મળી છે. ભાજપને સમગ્ર દેશમાં કોંગ્રેસના સુપડાં સાફ કરી દીધા છે. ભાજપ જીત મેળવતાં જ આખા દેશમાં ઉજવણી કરવામાં આવી હતી જોકે વિદેશની ધરતી પર પણ ભારતીયો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપ ફરી સત્તા પર આવતાં લંડનમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં જીત બાદ લંડનમાં પણ મોદી મેજીક છવાયો હતો. લંડનની ધરતી પર ગુજરાતી કલાકારો સહિત NRGએ પણ જીતની ઉજવણી કરી હતી.
લંડનમાં વસતા ગુજરાતીઓએ જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી અને માયાભાઈ આહીર સાથે કરી જીતની ઉજવણી હતી. આ ઉપરાંત અન્ય ગુજરાતીઓ પણ જીતની ઉજવણીમાં જોડાયા હતાં. જ્યાં ગીતા રબારીએ જાહેરમાં ગીત પણ ગાયું હતું.
લંડનની ધરતી પર ગુજરાતીઓએ જીતની ઉજવણી કરી હતી. લંડનમાં ગુજરાતીઓએ અનોખી રીતે ઉજવણી કરી હતી.
I appreciate the success of Smriti Irani as she kicked out the President of 135 years oldest party’s president Shri Rahul Gandhi who wanted to be PM India’s largest democrasy.