Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપરીક્ષામાં ચોરી કરવાના હાઇટેક જુગાડ, કોઈએ શર્ટ તો કોઈએ માસ્કમાં ભરાવ્યું હતું...

પરીક્ષામાં ચોરી કરવાના હાઇટેક જુગાડ, કોઈએ શર્ટ તો કોઈએ માસ્કમાં ભરાવ્યું હતું બ્લૂટ્રુથ

બેગસરાયમાં કેન્દ્રીય પસંદગી પરિષદ તરફથી સિપાહી ભરતી માટે આયોજીત પરીક્ષામાં પોલીસે ચોરી કરનાર 13 મુન્નાભાઈની ધરપકડ કરી છે. તે જ સમયે 4 ઉમેદવારોને ચોરીના આરોપમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. 13 જેટલા મુન્ના ભાઈ પકડાતાં લોકોનાં ટોળાં વળ્યા હતાં.

ડીએસપી નિશિત પ્રિયાએ જણાવ્યું કે, આ તમામ પરીક્ષાર્થીઓ દ્વારા બન્ને પાલીમાં બ્લૂટૂથના માધ્યમથી ચોરી કરવામાં આવી રહી હતી જેને તપાસ દરમિયાન રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન ઘણાં ઉમેદવારોએ શર્ટની અંદર બ્લૂટૂથ છુપાવી રાખ્યું હતું જ્યારે ઘણાં ઉમેદવારો માસ્કમાં બ્લૂટૂથ ડિવાઈસનો ઉપયોગ કરતાં હતાં.

બેગૂસરાયમાં આ પરીક્ષા માટે 15 પરીક્ષા કેન્દ્રને મંજૂરી આપવામાં આવી હતી જ્યાં લગભગ 1400 ઉમેદવારો પરીક્ષામાં સામેલ હતાં. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા માટે જિલ્લા પ્રશાસન દ્વારા મેજીસ્ટ્રેટ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોની નિયુક્તી કરવામાં આવી હતી. પરીક્ષાની પહેલી પાળીમાં સાત મુન્નાભાઈને બ્લૂટૂથ ડિવાઈસની સાથે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બીજી પાળીમાં 6 ઉમેદવારોને બ્લૂટૂથ ડિવાઈસની સાથે ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

શહેરના રિવર વૈલી સ્કૂલ પરીક્ષા કેન્દ્રમાંથી 5 ઉમેદવારો, એમઆરજેડી કોલેજમાંથી 3 ઉમેદવારો, સેંટ પોલ સ્કૂલ કેન્દ્રમાંથી 4 જ્યારે એસએસબીએસ કોલેજમાંથી 1 ઉમેદવારની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મુન્ના ભાઈઓને રંગે હાથ પકડ્યા બાદ પોલીસે તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે હાલ પોલીસે તમામ ઉમેદવારોને પ્રાથમિક ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page