Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratજે કપાસના ખેતરમાં પ્રેમિકા સાથે શરીર સુખ માણ્યું ત્યાં જ તેની સાથે...

જે કપાસના ખેતરમાં પ્રેમિકા સાથે શરીર સુખ માણ્યું ત્યાં જ તેની સાથે ન કરવાનું કર્યું

ગામની 20 વર્ષીય પરિણીત યુવતી સાથે બાજુમાં અડીને આવેલાગામના 24 વર્ષીય યુવકને પ્રેમ સબંધ હોય તેની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. પણ પરિણીત યુવતીએ ના પાડતા છેવટે ખેતરમાં બોલાવીને તેની સાથે શારીરિક સબંધ બાંધીને પછી યુવતીનુ ગળું દબાવી ઠંડા કલેજે નિર્મમ હત્યા કરી હતી. અને ખેતરમાં જ ખાડો ખોદીને લાસને દાટી દીધી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની 20 વર્ષીય રેખા નામની યુવતીના લગ્ન ગત વર્ષે જ કાયાવરોહણ મુકામે પિયુષ નામના યુવક સાથે કર્યા હતા, પણ તે અગાઉ ફાફટ ગામના 24 વર્ષીય અપરણિત યુવક અલ્પેશ તડવી અને રેખા વચ્ચે ચારેક વર્ષથી ગાઢ પ્રેમ સબંધ હતો. પણ ઘરવાળાએ રેખાના લગ્ન અન્યત્ર કરી દીધા હતા. સાસરીમાં મન ન માનતા થોડાક જ સમયમાં રેખા પોતાના પિયર ઢેબરપુરા પરત આવી ગઈ હતી. ત્યારથી ફરી રેખા અને અલ્પેશનો મેળમિલાપનો સિલસિલો ચાલુ થયો હતો.

તે સમય દરમ્યાન અલ્પેશને લાગ્યું, કે રેખાને બીજે ક્યાંક સબંધ છે અને ઘરવાળા તેને ફરી અન્યત્ર પરણાવી દેશે. તેમ સમજી અલ્પેશે પ્રેમિકા રેખા પર ભાગી જવા માટેનુ દબાણ વધારી દીધું હતું, પણ રેખા ભાગી જવા માટે તૈયાર જ ન હતી. ત્યારે અલ્પેશને થયું કે તું મેરી નહીં હો સકતી તો કિસી ઔર કી ભી નહીં હોને દુંગા.

રેખાને તા. 7 ડિસેમ્બરની સવારે કપાસના ખેતરમાં બોલાવી તેની સાથે શારીરિક સબંધ બાંધી ફરી તેને ભાગી જવા કહ્યું હતું. પણ રેખાએ ઇન્કાર કરતા છેવટે તેનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. તેવી રીતે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યો હતો.

તે વખતે અધકચરો ખાડો ખોદી રેખાની લાશ જેમતેમ કરી દાટી દીધી હતી. પણ રાતે પાવડો લઈ આવીને મોટો ખાડો કરી લાશને પૂરી દાટી હતી. પણ પાપ છાપરે ચઢીને પોકારે તેમ લાશ બહાર ડોકાવા લાગી અને અલ્પેશનુ કૃત્ય બહાર આવ્યું હતું. 23માં દિવસે તા. 30ના રોજ દાટેલી લાશ પરથી પડદો ઉંચકાયો હતો. બોડેલી પોલીસે અલ્પેશની ફાફટ ગામે ઘરેથી અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page